તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Wednesday, 3rd December 2025
ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનું પ્રમાણ વધવાની શકયતા
પાટણ, મહેસાણા, બનાસકાંઠામાં ઠંડી પડે તેવી શક્યતા: સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી તાપમાનનો પારો ગગડી શકે

અમદાવાદ : જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજથી રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણમાં વધારો જોવા મળે તેવી શક્યતા છે. આગામી 2 થી 8 ડિસેમ્બર સુધી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધે તેવી શક્યતા છે. આજે ઉત્તર ગુજરાતના અનેક શહેરોમાં તથા કચ્છમાં કડકડતી ઠંડી પડે તેવી શક્યતા છે.
પાટણ, મહેસાણા, બનાસકાંઠામાં ઠંડી પડે તેવી શક્યતા છે. આ ઉપરાંત સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી તાપમાનનો પારો ગગડી શકે છે. રાજ્યના શહેરોમાં 10થી 14 ડિગ્રી તાપમાન નોંધાઇ શકે છે.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
