<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠાની શક્યતા: સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં પણ કમોસમી વરસાદની વકી

બંગાળના ઉપસાગરમાં 18થી 24 ડિસેમ્બર દરમિયાન હલચલ થાય તેવી આગાહી: અરબ સાગરમાં પણ આ સમય દરમિયાન ભેજ વધે તેવી શક્યતા

અમદાવાદ :  રાજ્યમાં માવઠાને લઈને અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. બંગાળના ઉપસાગરમાં 18થી 24 ડિસેમ્બર દરમિયાન હલચલ થાય તેવી આગાહી કરવામાં આવી છે. તો અરબ સાગરમાં પણ આ સમય દરમિયાન ભેજ વધે તેવી શક્યતા છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠાની શક્યતા છે. સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં પણ માવઠું પડે તેવી શક્યતા છે. આ ઉપરાંત કેટલાક શહેરોમાં એક ઇંચ જેટલો વરસાદ થવાની તેવી શક્યતા છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજથી રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણમાં વધારો જોવા મળે તેવી શક્યતા છે. આગામી 2 થી 8 ડિસેમ્બર સુધી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધે તેવી શક્યતા છે.  

(1:17 PM IST)