News of Wednesday, 3rd December 2025
અમદાવાદની સ્ટર્લિંગ હોલસ્પિટલ્સ દ્વારા ઇમર્જન્સી કોલ માટે ઇમરજન્સી રિસ્પોન્સ એમ્બ્યુલન્સ સર્વિસ શરૂ : નિઃશુલ્ક સેવા :

અમદાવાદ : સ્ટર્લિંગહોસ્પિટલ્સ અમદાવાદના નાગરિકોની સેવા માટે ખાસ ઇમરજન્સી રિસ્પોન્સ (ER) એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે. આધુનિક ટેક્નોલોજી અને કમાન્ડ સેન્ટરથી સજ્જ આ એમ્બ્લન્સ સેવા દર્દીઓને ઝડપી અને વધારે અસરકારક ઇમરજન્સી સારવાર ઉપલબ્ધ કરાશે. નાગરિકો ૯૯૧૩૨ ૯૯૧૩૨ પર કોલ કરીને અમદાવાદમાં કોઇપણ હોસ્પિટલ સુધી પહોંચવા માટેની એમ્બ્યુલન્સની સેવા મેળવી શકે છે. અમદાવાદના નાગરિકો માટે આ એમ્બ્યુલન્સ સેવા નિઃશુલ્ક રહેશે. આ પ્રસંગે ડેપ્યુટી મેયર જતીનકુમાર પટેલે નાગરિકોની સલામતી અને સુવિધાના સર્વોચ્ચ મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે ‘‘આ વાઇબ્રન્સ શહેરના ડેપ્યુટી મેયર તરીકે, હું સ્ટર્લિંગ હોસ્પિટલની અત્યાધુનિક ઇમરજન્સી રિસ્પોન્સ (ER) એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભનું હાર્દિક સ્વાગત કરું છું અને તેની પ્રશંસા કરું છું. સ્ટર્લિંગ હોસ્પિટલની આ ઉદાહરણીય પહેલ અમદાવાદના રહેવાસીઓના સ્વાથ્ય, સલામતી અને એકંદર સુખાકારીમાં અર્થપૂર્ણ યોગદાન આપવાના તેના પ્રગતિશીલ ઉદ્શયો અને વ્યાપક દ્રષ્ટિકોણ સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે.'' સ્ટર્લિંગ હોસ્પિટલ્સના એમડી અને સીઇઓ સંતોષ મરાઠેએ જણાવ્યું હતું કે, અમને અમદાવાદમાં અમારી ઇમરજન્સી રિસ્પોન્સ સેવા શરૂ કરતાં આનંદ થાય છે. અમારા દર્દીઓને શ્રેષ્ઠ સેવા આપવાની અમારી આગળ પ્રતિબદ્ધતા હંમેશા અમારી પ્રાથમિકતા રહી છે. (તસ્વીર : કેતન ખત્રી, અમદાવાદ)
(2:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
