<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

અમિતભાઈ શાહને મળતા નરહરિ અમીનઃ સાંસદ ખેલ મહોત્‍સવની સફળતા વર્ણવી

 

રાજકોટ, તા.૩: નરહરિ અમીન (સંસદસભ્‍ય, રાજ્‍યસભા ગુજરાત) એ ગઈકાલે કેન્‍દ્રીય ગળહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાથે સંસદભવનમાં મુલાકાત કરી ને તા. ૨૧, ૨૨ અને ૨૩ નવેમ્‍બરે પોતાના દ્વારા યોજાઈ ગયેલ સાંસદ ખેલ મહોત્‍સવની વિગતવાર માહિતી આપી હતી. સાંસદ ખેલ મહોત્‍સવ આ મુલાકાત પ્રસંગે ગુજરાતથી રાજ્‍યસભાના સાંસદ સભ્‍ય શ્રી મયંકભાઇ નાયક પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

સાંસદ ખેલ મહોત્‍સવમાં ગાંધીનગર લોકસભામાં સમાવિષ્ટ મતવિસ્‍તારના જુદી જુદી સ્‍કૂલ-કોલેજોના ૧૯૦૫ રમતવીરોએ આમાં ભાગ લીધો હતો.  અંદાજીત ૧૫૦ શિક્ષકો, મેચના રેફરીઓ અને જુદી-જુદી રમતના રમતગમત અધિકારીઓએ મહોત્‍સવમાં જવાબદારી નિભાવી હતી. સમગ્ર રીતે જુદા-જુદા વય જૂથનાં લગભગ ૩૦૦૦ રમતવીરોનું રજીસ્‍ટ્રેશન થયું હતું. જેમાં ખો-ખો, કબડી, વોલીબોલ, રસ્‍સા ખેંચ, યોગાસન, લીંબુ ચમચી, સંગીત ખુરશી (સાંધ્‍યજીવન કુટીરનાં વળધ્‍ધો), બાસ્‍કેટ બોલ અને સ્‍કેટીંગ એમ કુલઃ ૯ રમતોની સ્‍પર્ધાનું આયોજન હીરામણિ શિક્ષણ સંકૂલ, એસ. જી. હાઇવે; એકલવ્‍ય સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્ષ, થલતેજ અને વીર સાવરકર સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્ષ, નારણપુરા, અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્‍યું હતું. મહોત્‍સવ દરમ્‍યાન ખો-ખો, કબડ્ડી, વોલીબોલ, રસ્‍સા ખેંચ અને બાસ્‍કેટબોલની સ્‍પર્ધામાં ભાઇઓની ૪૮ ટીમોનાં ૫૬૦ રમતવીરોએ ભાગ લીધો અને બહેનોની ૩૯ ટીમોનાં ૪૫૬ રમતવીરોએ ભાગ લીધો હતો.

યોગાસન, લીંબુ ચમચી અને સ્‍કેટીંગની ભાઇઓની સ્‍પર્ધાઓમાં ૪૩૫ રમતવીરો અને બહેનોની સ્‍પર્ધામાં ૪૪૮ રમતવીરોએ ભાગ લીધો હતો. હીરામણિ સાંધ્‍યજીવન કુટીરમાં રહેતા ૧૬ પુરુષો અને ૧૩ મહિલા એમ ૨૯ વડીલોએ સંગીત ખુરશીની રમતમાં ભાગ લીધો હતો. ભાગ લેનારા બધા સ્‍પર્ધકોને પ્રમાણપત્રો એનાયત થયા હતા. મહોત્‍સવ દરમ્‍યાન વિજેતાઓને ૩૨૨ મેડલ ઉપરાંત પ્રમાણપત્ર અને ૨૦ ટ્રોફીઓનું વિતરણ કર્યું હતું.

(2:18 PM IST)