<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

ગાંધીનગરમાં કાનાબાર પરિવારમાં લગ્નનો રૂડો અવસર

માળીયાહાટીનાઃ જૂનાગઢ જીલ્લાના મુળમાળીયાહાટીના વતની અને હાલ ગાંધીનગર સ્‍થિત ભારતીબેન નાગરદાસ કાનાબારના પોૈત્ર તથા અ.સોૈ.નીતાબેન જીજ્ઞેશકુમાર કાનાબારના સુપુત્ર ચિ. આદિત્‍યના શુભલગ્ન મુળ વેરાવળના આદ્રીના વતની હાલ વાપી સ્‍થિત અ.સોૈ. દિપિકાબેન પ્રકાશભાઇ ગોવિંદભાઇ તન્‍ના ની સુપુત્રી ચિ. પરીતા સાથે થયા છે. ગાંધીનગરના કોબા સર્કલ પાસે આવેલ સુઘડ ફાર્મ ખાતે રીંગ સેરેમની, સંગીત સંધ્‍યા, મંડપ મુહુર્ત, ગૃહશાંતિ, પીઠીની વિધી યોજાઇ હતી. જયારે આતિથ્‍ય ફાર્મ રાયસણ ખાતે દાંડીયા રાસ અને સાંસ્‍કૃતિ કાર્યક્રમ યોજાયા હતા. જૈનમ બંગલો રાયસણ ખાતે આવેલ નાગરદાસભાઇ કાનાબારના નિવાસસ્‍થાનેથી ચિ. આદિત્‍યની વાજતે-ગાજતે જાન નીકળી હતી. આ ત્રિદિવસીય લગ્ન સમારંભમાં ‘‘અકિલા''ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, રાજકોટ લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ ડો. હર્ષદભાઇ પ્રેમજીભાઇ ખખ્‍ખર, એડવોકેટ મનીષભાઇ, ડો. દેવયાનીબેન અને ડો. ચેતનભાઇ હિંડોચા, તથા કાનાબાર પરિવારના સગા-સંબંધીઓ, સ્‍નેહીજનો, મિત્રોએ હાજરી આપી હતી. અને નવદંપતિને અંતરના આર્શિવાદ પાઠવ્‍યા હતા. જીજ્ઞેશભાઇ કાનાબાર અને વિરલભાઇ કાનાબાર પરિવારે સોૈને આવકાર્યા હતા. (તસ્‍વીર- અહેવાલઃ મહેશ કાનાબાર- માળીયાહાટીના)

(2:44 PM IST)