<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

અમદાવાદમાં પૂ. મનીષાબાઈ મ.સ. ની પાલખીયાત્રા નિકળી

રાજકોટઃ લીંબડી ગોપાલ સંપ્રદાયના શાસનરત્‍ન પૂ. રામઉત્તમ કુમારજી મ.સા.ના પરિવારના વિદુષી પૂ. લીલાવતીબાઈ મહાસતીજીના સુશિષ્‍યા પૂ. મનીષાબાઈ મ.સ. સોમવારે રાત્રે ૩.૩૬ કલાકે વાસણા અમદાવાદ ખાતે વૈયાવચ ભવન સમાધિભાવે કાળધર્મ પામતા તા. ૦૨ ને મંગળવારે બપોરે ૪ કલાકે રોકડનાથ સોસાયટી થી પાલખીયાત્રા નીકળી હતી.

ધ્રાંગધ્રાના વતની અને મુંબઈમાં વસતા શ્રવાડીભાઈ શાહના મોટા પુત્રી હાલ પૂ. પ્રિયદર્શનાજી મ.સ., નાના બહેન પૂ. મનીષાજી મ.સ. એ દીક્ષા અંગીકાર કરેલ તેમજ આ પરિવારના માસા, માસી, દીકરીઓ,ભત્રીજી વગેરે ૧૮ ભવ્‍યાત્‍માઓ એ દીક્ષા અંગીકાર કરેલ છે.

પૂ. મહાસતીજીનું છેલ્લું ચાતુર્માસ ગાંધીનગર હતું. કામરેજમાં પૂ. શ્રી ધીરગુરુદેવની નિશ્રામાં ગુણાંજલિ અર્પણ કરવામાં આવેલ. સંપ્રદાય પ્રમુખ સુરેશભાઈ તુરખીયા વગેરે એ ભાવાંજલિ અર્પણ કરેલ

(3:07 PM IST)