<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

રાજ્યસભાના સંસદસભ્ય રામભાઈ મોકરીયાની આગેવાની હેઠળ ભારતના રાજ્યસભાના સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ સી.પી.રાધાકૃષ્ણનની શુભેચ્છા મુલાકાત લેતા રાજ્યસભાના સંસદ સભ્યો

ગુજરાતની સરદાર પટેલની પાવનભૂમિ તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત લેવા માટે ખાસ આમંત્રણ આપવામાં આવતા ઉપરાષ્ટ્રપતિએ આમંત્રણ સ્વીકાર્યું

રાજકોટ :રાજયસભાના સંસદસભ્ય રામભાઈ મોકરીયાની આગેવાની હેઠળ રાજ્યસભાના સંસદ સભ્ય નરહરી અમીન, રમીલાબેન બારા, ગોવિંદભાઈ ધોળકિયા, બાબુભાઈ દેસાઈ, મયંકભાઇ નાયક, કેસરીદેવસિંહ ઝાલા, ડોક્ટર જશવંતસિંહ પરમાર વગેરેએ તાજેતરમાં ચૂંટાયેલ ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ સી.પી.રાધાકૃષ્ણન ની શુભેચ્છા મુલાકાત લીધી તેમજ તેમને ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન આપેલ હતા.

           તેમજ ગુજરાતની સરદાર પટેલની પાવનભૂમિ તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા માટે ખાસ આમંત્રણ આપવામાં આવેલ હતું. જે આમંત્રણનો ઉપરાષ્ટ્રપતિ સી.પી.રાધાકૃષ્ણનએ સ્વીકાર કરેલ છે.

(8:02 PM IST)