<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th December 2025

સિદ્ધપુર શહેરમાં નકલી નોટોના કૌભાંડનો પર્દાફાશ: 5,78,660ના દરની બનાવટી ચલણી નોટો ઝડપાઇ

પોલીસે આરોપીના રહેણાક મકાન પર દરોડો પાડી મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો

પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં નકલી નોટો બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે આરોપીના રહેણાક મકાન પર દરોડો પાડી 5,11,500ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે, જેમાં રુપિયા 20, 100 અને 500ની કુલ 1,945 બનાવટી નોટો, પ્રિન્ટર, પેપર કટર, મોબાઈલ અને વાહનનો સમાવેશ થાય છે. અન્ય એક આરોપી હજુ ફરાર છે અને તેની ધરપકડ માટે તપાસ હાથ ધરાઇ છે.

સિદ્ધપુરના કાર્તિકી પૂનમના મેળા દરમિયાન વેપારીઓએ નકલી નોટો ફેલાવાતી હોવાનું પાટણ પોલીસ અધિક્ષકને જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસ અધિક્ષક વી.કે. નાયીના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી.

પોલીસને મળેલી બાતમી મુજબ મહમંદયાસીન અબ્દુલકદીર સૈયદ અને મુસ્તકીમ ઉર્ફે મુસા હન્નાભાઇ મલેક પોતાના મકાનમાં ભારતીય ચલણી નોટોની નકલ બનાવી માર્કેટમાં વહેંચી રહ્યા હતા

પોલીસે તત્કાળ બાતમીના આધારે દરોડો પાડી મહમંદયાસીન અબ્દુલકદીર સૈયદના મકાનમાંથી 500 ની 961 નોટ, 100 ની 981 નોટ, 20 ની 3 નોટ (કુલ 5,78,660ના બેલેન્સ સાથે) જપ્ત કરી હતી તો 2 મોબાઈલ, 1 કલર પ્રિન્ટર , 1 પેપર કટર અને 1 લેડીઝ બેગ પણ જપ્ત કરી હતી.

પોલીસે સ્થળ પરથી 9 પટ્ટી પ્લેન સફેદ કાગળ, એક વાહન , 14.250 ગ્રામ શંકાસ્પદ પાવડર અને 27 ઝીપ લોક થેલીઓ પણ જપ્ત કરી હતી. દરોડાની કામગીરી દરમિયાન આરોપી નકલી નોટો છાપી રહ્યો હતો.

પોલીસ દ્વારા મહમંદયાસીન અબ્દુલકદીર સૈયદની ધરપકડ કરી લેવામાં આવી છે અને ફરાર આરોપી મુસ્તકીમ ઉર્ફે મુસા હન્નાભાઇ મલેકને ઝડપી લેવાની કાર્યવાહી ચાલી રહી છે બંને આરોપીઓ વિરુદ્ધ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં.-11217030251342/2025 હેઠળ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 178, 179, 180, 181 અને 61(2) મુજબ ગુનો દાખલ કરાયો છે.

(12:39 AM IST)