<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th December 2025

ઉત્તરાયણ પહેલા મોડાસામાં પોલીસની મોટી કાર્યવાહી: પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપ્યો: રૂ. 2.4 લાખનો મુદ્દામાલ કબજે

ગણેશપુર વિસ્તારમાં આવેલા એક ગોડાઉન પર દરોડો પાડી પોલીસે 480 ચાઈનીઝ દોરીની રીલ જપ્ત કરી

 

 

અરવલ્લી જિલ્લામાં ઉત્તરાયણ પહેલા પોલીસએ મોડાસામાં મોટી કાર્યવાહી કરીને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપ્યો છે. ગણેશપુર વિસ્તારમાં આવેલા એક ગોડાઉન પર દરોડો પાડી પોલીસે 480 ચાઈનીઝ દોરીની રીલ જપ્ત કરી છે. આ કાર્યવાહી દરમિયાન એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. પોલીસએ કુલ રૂ. 2.4 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઉત્તરાયણ દરમિયાન અકસ્માતો અટકાવવા માટે પ્રતિબંધિત દોરીના વેપાર પર પોલીસની કડક નજર વચ્ચે આ કાર્યવાહી મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે

(1:19 PM IST)