<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th December 2025

રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો : નલિયા 11.0 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર

ભુજમાં 14.8 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 14.9 ડિગ્રી, અમરેલીમાં 13.8 ડિગ્રી, રાજકોટમાં 14.3 ડિગ્રી

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થતાં લોકોએ ગરમ વસ્ત્રોનો સહારો લેવો પડ્યો છે. તાપમાનના આંકડા અનુસાર કચ્છનું નલિયા 11.0 ડિગ્રી  સાથે રાજ્યનું સૌથી નીચું તાપમાન ધરાવતું સ્થળ નોંધાયું છે.

 

અન્ય શહેરોની વાત કરીએ તો અમદાવાદમાં 16.8 ડિગ્રી, ગાંધીનગરમાં 15.8 ડિગ્રી, ડીસામાં 15.2 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 16.8 ડિગ્રી, વડોદરામાં 15.8 ડિગ્રી, સુરતમાં 18.6 ડિગ્રી અને દમણમાં 16.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 

 

સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં ઠંડીનું જોર વધ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છના અન્ય વિસ્તારોમાં પણ ઠંડીનો પ્રભાવ જોવા મળ્યો છે. ભુજમાં 14.8 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 14.9 ડિગ્રી, અમરેલીમાં 13.8 ડિગ્રી, રાજકોટમાં 14.3 ડિગ્રી, ભાવનગરમાં 18.0 ડિગ્રી, પોરબંદરમાં 16.4 ડિગ્રી, દ્વારકામાં 18.6 ડિગ્રી, વેરાવળમાં 18.9 ડિગ્રી, દિવમાં 16.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 17.4 ડિગ્રી, મહુવામાં 15.6 ડિગ્રી, કેશોદમાં 15.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

 

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં પણ ઠંડીનો પ્રકોપ યથાવત રહેવાની સંભાવના છે, જેથી નાગરિકોને સાવચેતી રાખવાની અને સ્વાસ્થ્યની કાળજી લેવાની સલાહ આપવામાં આવી છે.

(4:00 PM IST)