News of Thursday, 4th December 2025
માસ્ટર માઇન્ડ જતીન ઠક્કર અને દીપક ઠક્કર મુંબઈ એરપોર્ટ પરથી વિશેષ ઓપરેશનમાં ઝબ્બે
ગુજરાતના ઇતિહાસના સહુથી મોટા સુરતના ૮૦૦ કરોડનો સાયબર ફ્રોડ, આખરે બન્ને સૂત્રધાર સાયબર ક્રાઈમની જાળમા, પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોતની રણનીતિનો ડીસીપી બિશાખા જૈન ટીમે અમલ કર્યો, બમ્પર સફળતા.. અભિનંદન વરસ્યા અપરંપાર બેંગકોક અને વિયેટનામ રહી ઓનલાઈને બેટિંગ વેબ સાઇટ દ્વારા ફંડ મેળવતા હતા, જોઇન્ટ કમિશનર રાઘવેન્દ્ર વસ્ત દ્વારા માર્ગદર્શન... સીપી દ્વારા લુક આઉટ નોટિસ દ્વારા કાયદાકીય ગાળિયો..મદદનીશ પોલીસ કમિશનર શ્વેતા ડેનિયલ ટીમ પણ એક્ટિવ મોડમાં મુકાયે કમ બે મહિલા અધિકારીએ અદભુત ફતેહ મેળવી

રાજકોટ તા.૪: ૮૦૦ કરોડના ઇન્ટરનેશનલ સાયબર ક્રાઈમ નેટવર્કનાં બે માસ્ટર માઈન્ડ સુધી પહોંચવામાં સુરત સાયબર ક્રાઇમ વિભાગને સફળતા મળી છે, એક વિશેષ ઓપરેશનમાં અંતે બન્ને મુખ્ય સૂત્રધારો સકંજામાં આવી ગયાની બાબતને જેમના નેતળત્વમાં આખું ઓપરેશન હાથ ધરાયું તેવા ડીસીપી બિશાખા જૈન દ્વારા અકિલા સાથેની વાતચીતમાં સમર્થન આપવામાં આવ્યું છે.
ગુજરાત સહિત દેશભરના વિવિધ રાજ્યોમાં જેની સામે ૨૭૭ જેટલી ફરિયાદ નોંધાયેલી છે તેવા નેટવર્કનો સુરત સાયબર ક્રાઈમ દ્વારા પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત અને જોઇન્ટ પોલીસ કમિશ્નર રાઘવેન્દ્ર વસ્તના માર્ગદર્શન હેઠળ સુરત ડીસીપી સાયબર ક્રાઈમ વિશાખા જૈન, અને મદદનીશ પોલીસ કમિશ્નર શ્વેતા ડેનિયલ ટીમ દ્વારા પર્દાફાશ થયેલ. આખા ઓપરેશન પર બાજ નજર રાખતા પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોત દ્વારા મુખ્ય સૂત્રધાર સામે લુક આઉટ નોટિસ કાઢવા સહિત વિશાખા જૈન ટીમ સાથે ચર્ચા કરી રણનીતિ બનાવી હતી, સીપી દ્વારા પોતાના ib કાર્યકાળ અંતર્ગત સેન્ટ્રલ ib સાથે પણ ચર્ચા કરેલ. પોલીસની અથાગ જહેમત રંગ લાવી અને બે મુખ્ય સૂત્રધાર મુંબઈ એરપોર્ટથી ઝડપાઈ ગયા છે, જેમના નામો આ મુજબ છે.
અટક કરેલ નાસતા ફરતા આરોપીઓ જતીન ઉર્ફે જોન રેપર S/O વિનોદભાઇ ઠક્કર ઉ.વ.૨૭ ધંધો-નોકરી રહે.ડી.૧૧૦૧, લક્ષ્મી સ્કાય સીટી, દાસ્તાન સર્કલ પાસે, નરોડા, અમદાવાદ મુળ રહે.ડીસા, તા.ડીસા જી.બનાસકાંઠા ગુન્હામાં ભુમીકાઃ આ કામના આરોપીનાઓએ બેંકકોક તથા વીયેટનામ ખાતે રહી ગેમીંગનું ફંડ જુદા જુદા ઓનલાઇન બેટીંગ વેબસાઇટ BIG IDEA, OPS, DAFA, PARIMATCH, NETL, 10 C, HRB, VRB, DRB, ANNA, 777, TENGO, TRUE, 99, AIR, ORIENT, WIZ45 વિગેરે જેવા ૫૦ મરચંટ પાસેથી ફંડ મેળવી, આ ફંડ https://admin.leopay.live નામના પ્લેટફોર્મ દ્વારા જુદા જુદા મ્યુલ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવાનું તથા આવા ફંડ બાબતે ફિસાબો રાખવાની કામગીરી સંભાળતો હતો. દિપકુમાર S/O મહેશકુમાર ઠક્કર ઉ.વ.૨૪ ધંધો-નોકરી રહે.એલ-૧૦૨, સુમન મુંદ્રા. હરીઓમ પાર્ટી પ્લોટની બાજુમાં, બાગબાન સર્કલ પાસે, પાલ, સુરત. મૂળ રહે.ગામ-એડલા તા.બહેચરાજી જી.મહેસાણા. ગુન્હામાં ભુમીકાઃ આ કામના આરોપીનાઓએ બેંકકોક તથા વીચેટનામ ખાતે રફી ગેમીંગનું ફંડ જુદા જુદા ઓનલાઇન બેટીંગ વેબસાઇટ મરચંટ દ્વારા મેળવી, આ ફંડ http://admin.leony,live નામના પ્લેટફોર્મ દ્વારા જુદા જુદા મ્યુલ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવતું હતું તેના માટે ડેટા એન્ટ્રી અંગેનું કામ સંભાળતો હતો.
ઉપરોક્ત શખ્સની અટક પહેલા પાંચ અન્યો પણ સાયબર ક્રાઈમ ટીમની અથાગ જહેમતથી સકંજામાં આવ્યા છે.
(3:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
