તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th December 2025
ગુજરાતભરમાં દિવ્યાંગો માટે રાજકોટની શ્રેષ્ઠ કામગીરી કલેકટર ડો.ઓમપ્રકાશને રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ
જીલ્લામાં ર૭ મેગા કેમ્પમાં ર૪પ૪ દિવ્યાંગોને ૩ાા કરોડના સાધનો અપાયા

રાજકોટ, તા., ૪: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ બુધવારના રોજ નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ નિમિત્તે વર્ષ ૨૦૨૫ માટે રાષ્ટ્રીય વિકલાંગતા સશક્તિકરણ પુરસ્કારો રજૂ કર્યા.જેમ દિવ્યાંગો માટેની શ્રેષ્ઠ કામગીરી અને તેમના સુધી સરકારની વિવિધ યોજનાઓ પહોંચાડવાની બાબતમાં રાજકોટ જિલ્લો સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે આવ્યો છે. આ ઉત્કળષ્ટ સિદ્ધિ બદલ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના હસ્તે જિલ્લા કલેક્ટર ડો.ઓમ પ્રકાશ પુરસ્કારો સ્વીકાર્યા હતા.
અધિકારીઓએ ઉમેર્યુ હતું કે, રાજકોટ જિલ્લામાં દિવ્યાંગોને ઘરઆંગણે સુવિધા મળી રહે અને તેઓ આત્મનિર્ભર બને તે હેતુથી જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ અંતર્ગત જિલ્લામાં કુલ ૨૭ જેટલા મેગા કેમ્પો યોજવામાં આવ્યા હતા.આ કેમ્પોમાં ૨૪૫૪ દિવ્યાંગોએ ભાગ લીધો હતો. તંત્ર દ્વારા કુલ રૂ. ૩.૫૦ કરોડના સાધનો અને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં દિવ્યાંગોને જરૂરિયાત મુજબના ૪૩૧૪ વિવિધ સાધનો પૂરા પાડવામાં આવ્યા હતા.
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
