News of Thursday, 4th December 2025
વાપીમાં શ્રમજીવી પરિવારની 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કરી દેનારા આરોપીને ફાંસીની સજા ફટકારાઇ
બાળકી ને ચોકલેટ આપવાની લાલચે ઝાડીમાં લઇ જઈ 42 વર્ષીય નરાધમ રઝાક સુભાન ખાને બાળકી ઉપર દુષ્કર્મ આચરી હત્યા કરી હતી

વલસાડ જિલ્લાના વાપીમાં રેપ વીથ મર્ડરના આરોપીને ફાંસીની સજા ફટકારાઈ છે. શ્રમજીવી પરિવારની 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કરી દેનારા આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. 23 ઓક્ટોબર 2023ના રોજ, બાળકીને ચોકલેટ આપવાની લાલચે ઝાડીમાં લઇ જઈ 42 વર્ષીય નરાધમ રઝાક સુભાન ખાને બાળકી ઉપર દુષ્કર્મ આચરી હત્યા કરી હતી.
વાપીના ડુંગરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસે આરોપીને દબોચી લીધો હતો. પોલીસે 19 દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. વાપીની સ્પેશીયલ પોક્સો કોર્ટમાં આ મામલે કેસ ચાલતા, કોર્ટે આરોપીને કસુરવાર ઠેરવી ફાંસીની સજા ફટકારી છે
(6:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
