તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th December 2025
સુરતમાં શિક્ષણ ક્ષેત્રે મોટા કૌભાંડનો પર્દાફાશ : પૂર્વ DEO ની બોગસ સહી કરી 25 ખાનગી શાળાઓના રેકોર્ડ સાથે ચેડાં ! તપાસના આદેશ
અત્યાર સુધીમાં તપાસમાં 80 જેટલી બોગસ શાળાઓની માહિતી મળી: આ શાળાઓએ બોગસ દસ્તાવેજો ઊભા કરીને સરકારી માન્યતાઓ મેળવી

સુરત શહેરમાં શિક્ષણ ક્ષેત્રે એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે, જ્યાં પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી (DEO)ની બોગસ સહી કરીને 25 ખાનગી શાળાઓના રેકોર્ડ સાથે ચેડાં કરવામાં આવ્યા છે. આ ગંભીર બાબત સામે આવતાની સાથે જ જિલ્લા શિક્ષણાધિકારીએ આ મામલે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે.
પ્રાથમિક તપાસ અને પ્રાપ્ત માહિતી અનુસાર, બંધ પડેલી શાળાઓના લોકેશન બદલવામાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. આ કૌભાંડમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના એક ઇન્સ્પેક્ટર સહિત અનેક કર્મચારીઓની મિલીભગત હોવાની પણ આક્ષેપો થઈ રહ્યા છે, કારણ કે આવી ગેરરીતિ કચેરીના કર્મચારીઓની સંડોવણી વિના શક્ય નથી.
તપાસ દરમિયાન અત્યંત ગંભીર ગેરરીતિઓ સામે આવવાની સંભાવના છે. અત્યાર સુધીમાં તપાસમાં 80 જેટલી બોગસ શાળાઓની માહિતી મળી આવી છે. આ શાળાઓએ બોગસ દસ્તાવેજો ઊભા કરીને સરકારી માન્યતાઓ મેળવી હતી. વધુમાં, બે પૂર્વ DEOની બોગસ સહીઓનો ઉપયોગ કરીને ઓર્ડર ઇશ્યુ કરવામાં આવ્યા હતા. UDISEના (યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન) ID અને પાસવર્ડ પણ ચોરી કરીને ડેટા અપલોડ કરવામાં આવ્યો હતો, જે દર્શાવે છે કે આ કૌભાંડ સુઆયોજિત રીતે આચરવામાં આવ્યું હતું.
(8:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
