તા. ૧૨ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૫ શનિવાર
News of Friday, 5th December 2025
સુરતના માંગરોળમાં પ્લાસ્ટિક રિસાયકલિંગ ફેક્ટરીમાં ભીષણ આગ: ધુમાડાના ગોટેગોટા
માંગરોળના ધામદોડ ગામે જે.બી. ઇકોટેક્ષ નામની ફેક્ટરીમાં વિકરાળ આગ લાગી

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ધામદોડ ગામે આવેલી જે.બી. ઇકોટેક્ષ નામની ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ કંપની પ્લાસ્ટિક રિસાયકલિંગનું કામ કરતી હતી. આગ કંપનીના વેસ્ટેજના ગોડાઉનમાં લાગી હતી. આ આગ જોતજોતામાં વિકરાળ બની ગઈ હતી. આગના કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
આગની જાણ થતાં સુરત અને ભરૂચ જિલ્લામાંથી પાંચ જેટલા ફાયર ફાઇટર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાઇટરોએ ભારે જહેમત ઉઠાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ફેક્ટરીમાં મોટું નુકસાન થયું હોવાનો અંદાજ છે. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે અને તે જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.
(12:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
