તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 5th December 2025
ડાંગના સુબિરમાં તાલુકા પંચાયતનો ગ્રામ સેવક 32 હજારની લાંચ લેતા ઝડપાયો
મનરેગા યોજનામાં વહિવટી મંજૂરી માટેની કાર્યવાહી કરવા મુદ્દે ચાર અરજદારો પાસેથી લાંચ માંગી:ACBએ ગ્રામ સેવક અને તેમના પતિ સામે ગુનો દાખલ કર્યો

ડાંગના સુબિરમાં તાલુકા પંચાયતનો ગ્રામ સેવક 32 હજારની લાંચ લેતા ઝડપાયો છે. મનરેગા યોજનામાં વહિવટી મંજૂરી માટેની કાર્યવાહી કરવા મુદ્દે ચાર અરજદારો પાસેથી લાંચ માંગી હતી. ACBએ આ ગુનામાં ગ્રામ સેવક અને તેમના પતિ સામે ગુનો દાખલ કર્યો છે
ડાંગ જિલ્લાના સુબિર તાલુકામાં ગ્રામ સેવકે મનરેગા યોજના અંતર્ગત જમીન લેવલ માટેના કામ માટેની ફાઈલ તૈયાર કરી તેની વહિવટી મંજૂરી માટે લાંચની માગ કરી હતી. ફરિયાદીએ તેમના ગામના ચાર અરજદારોના મનરેગા યોજના અંતર્ગત જમીન લેવલના કામકાજ માટે સુબીર તાલુકા પંચાયત કચેરી મનરેગા શાખાના ગ્રામ રોજગાર સેવક અનુસુયાબેન પટેલને મળ્યા હતાં. આ કામકાજ માટેની વહિવટી મંજૂરી માટે તેમણે એક અરજદાર પૈકી 8200 રૂપિયાની લાંચ માગી હતી.તેમણે ચાર અરજદારો પાસેથી કામકાજ અંગે 32800 રૂપિયાની લાંગ માગી હતી.
આ લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા નહીં હોવાથી તેમણે ACBમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે ACBએ લાંચના છટકાનું આયોજન કર્યું હતું. આ દરમિયાન ફરિયાદીએ ગ્રામ સેવક અનસુયાબેનને મળી હેતુલક્ષી વાતચીત કરી હતી. જેથી ગ્રામ સેવક અનસુયાબેને લાંચના રૂપિયા તેમના પતિ હેમંતભાઈ પટેલને આપવા કહ્યું હતું. આ લાંચની રકમ તેમના પતિ સ્વીકારતા રંગેહાથે ઝડપાઈ ગયા હતાં. બંને સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.
(1:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
