<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th December 2025

સસ્‍તા અનાજના દુકાનદારોને અનાજ ભરાતુ હોય ત્‍યારે ગોડાઉન ઉપર ફરજીયાત હાજર રહેવાના પરિપત્રથી દુકાનદારોમાં હોબાળો

વજન-ગુણવતાની ચકાસણી પણ વેપારીએ કરવાનીઃ FPS એસો.માં ભારે કચવાટઃ આંદોલનની ચેતવણી

રાજકોટ તા. પ :.. રાજયના પુરવઠા ખાતાએ એક મહત્‍વનો પરીપત્ર બહાર પાડી ઉમેર્યું છે કે, વ્‍યાજબી ભાવના જે દુકાનદારનો જથ્‍થો સરકારી અનાજના ગોડાઉન ખાતેથી ભરાઈ રહ્યો હોય તે જથ્‍થો ભરાતા સમયે હાજર રહી વજન તથા ગુણવત્તાની ચકાસણી વ્‍યાજબી ભાવના દુકાનના સંચાલકે અથવા તેના પ્રતિનિધિએ કરવાની રહેશે, ત્‍યારબાદ કલમ તાલુકાના નાયબ મામલતદાર વ્‍યાજબી ભાવની દુકાનદાર અથવા તેમના પ્રતિનિધિ કે જે ગોડાઉન ખાતેથી ડીએસડી ના વાહનમાં જથ્‍થો લોડ કરતી વખતે હાજર રહેવાના હોય તેઓના ઓળખના પુરાવાઓ એકઠા કરી અને એમનુ એક લિસ્‍ટ બનાવી ગોડાઉન મેનેજરને સોંપવાની કામગીરી કરવા જણાવવામાં આવ્‍યું છે

અને છેલ્લે કલમ નંબર ૫ માં જણાવવામાં આવ્‍યું છે કે ગોડાઉન ખાતેથી વ્‍યાજબી ભાવની દુકાન ખાતે જે જથ્‍થો પહોંચાડવાની કામગીરી ડીએસડી કોન્‍ટ્રાક્‍ટર મારફત કરવામાં આવે છે તે દર માસે તા-૧ થી તા-૧૦ સુધીમાં પૂર્ણ કરી દેવી તથા આ કામ માટે પૂરતા વાહનો તથા મજૂરો ઉપલબ્‍ધ રહે તે સુનિચ્રિત કરવું આમ આ પરિપત્ર દ્વારા કલમ નંબર ત્રણમાં વ્‍યાજબી ભાવના દુકાનદારોને સરકારી અનાજના ગોડાઉન ખાતે હાજર રહીને જથ્‍થાનું વજન તથા જથ્‍થાની ગુણવત્તાની ખરાઈ કરવાનું જણાવવામાં આવ્‍યુ છે તે વિસંગતતા ભર્યુ છે કારણ કે આખી પ્રક્રિયામાં સરકારી અનાજના ગોડાઉન ખાતે વેપારીઓનો કોઈ રોલ હોતો નથી અને ગોડાઉન ખાતેથી ડીએસડી. કોન્‍ટ્રાક્‍ટરના વાહનમાં જથ્‍થો દુકાન ખાતે પહોંચાડવામાં આવે છે માટે વેપારી દ્વારા જો ગોડાઉન ખાતેથી જથ્‍થાની ચકાસણી કરવામાં આવે અને ત્‍યારબાદ આ જથ્‍થામાં ગોડાઉન થી દુકાન સુધી ના માર્ગમાં કંઈ પણ ફેરફાર થાય તો તેની જવાબદારી વેપારીના શિરે રહેતી ન હોય આમ વેપારીએ પોતાની દુકાન ખાતે ઉતરતા જથ્‍થાની ચકાસણી કરવાની હોય ગોડાઉન ખાતે હાજર રહેવાનુ ફરમાન કરવાનુ કોઈ ઓચિંત્‍ય બનવા પામતુ ન હોય આ નિર્ણય એક પ્રકારે શંકા ઉપજાવે એવો છે.

તેમ સસ્‍તા અનાજનના દુકાનદાર એસો.ના ઉપપ્રમુખશ્રી હિતુભા જાડેજા એક નિવેદનમાં ઉમેયું છે.

આવા તધલખી નિર્ણયો વાજબી ભાવના દુકાનદારો માટે માથાના દુઃખાવા સમાન હોય માનસિક યાતના ઉપસ્‍થીત કરનારા નિર્ણય ને ફેર બદલ કરવા જોઈએ જો વારંવાર તઘલકી પ્રકારના નિર્ણયો લઈ ને વેપારીભાઈઓ નુ માનસિક શોષણ ચાલુ રાખવામાં આવશે તો વેપારીભાઈઓએ ફરી ગાંધી ચિંધ્‍યા માર્ગે આંદોલન કરવુ પડશે રાજ્‍ય સલાહકાર સમીતી કે એસોસિએશન ના આગેવાનો સાથે કોઈપણ પ્રકાર ની મસલત કર્યા વગર  અથવા તો જમીન લેવલ પર કાર્યરત વાજબી ભાવની દુકાનના સંચાલકોના અનુભવોને જાણ્‍યા વગર મનઘડત નિર્ણયો વાજબી ભાવના દુકાનદારો તથા રેશનકાર્ડ ધારકો માટે બહુ બધી સમસ્‍યાઓ ઊભી કરનાર હોય છે. (પ-૧૩)

(3:11 PM IST)