<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th December 2025

રવિવારે શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ દ્વારા ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને લેઉવા પટેલ સમાજના મંત્રીશ્રીઓનો સન્‍માન સમારોહ

ભૂપેન્‍દ્રભાઈ પટેલ અને મનસુખભાઈ માંડવિયાની પ્રેરક ઉપસ્‍થિતિ : શ્રી ખોડલધામ મંદિર કાગવડ ખાતે સન્‍માન સમારોહનું આયોજન

રાજકોટ : શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડ દ્વારા ચેરમેનશ્રી નરેશભાઈ પટેલના માર્ગદર્શનમાં આગામી તારીખ ૭ ડિસેમ્‍બર ને રવિવારના રોજ શ્રી ખોડલધામ મંદિર કાગવડ મુકામે નવનિયુક્‍ત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને લેઉવા પટેલ સમાજના નવનિયુક્‍ત મંત્રીશ્રીઓના સન્‍માન સમારોહનું આયોજન કરાયું છે. રાજ્‍યના મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ અને ભારત સરકારના કેબિનેટ મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાની પ્રેરક ઉપસ્‍થિતિમાં આ ભવ્‍ય સન્‍માન સમારોહનું આયોજન કરવામાં આવ્‍યું છે. ૭ ડિસેમ્‍બર ને રવિવારના રોજ સવારે ૮-૩૦ કલાકે સન્‍માન સમારોહનો પ્રારંભ થશે. જેમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખશ્રી જગદિશભાઈ વિશ્વકર્મા અને રાજ્‍ય સરકારમાં નવનિયુક્‍ત થયેલા લેઉવા પટેલ સમાજના મંત્રીશ્રીઓ શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા, શ્રી કૌશિકભાઈ વેકરીયા અને શ્રી કમલેશભાઈ પટેલને શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડ દ્વારા સન્‍માનિત કરવામાં આવશે.

કાર્યક્રમને લઈને હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મોટાભાગની કામગીરીને આખરી ઓપ આપી દેવામાં આવ્‍યો છે. આ સન્‍માન સમારોહમાં શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડના ટ્રસ્‍ટીશ્રીઓ, શ્રી સરદાર પટેલ કલ્‍ચરલ ફાઉન્‍ડેશન- રાજકોટના ટ્રસ્‍ટીશ્રીઓ, શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન- વેરાવળ સોમનાથના ટ્રસ્‍ટીશ્રીઓ, શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડના તમામ જિલ્લા, તાલુકા, ગ્રામ્‍ય, શહેર, વોર્ડ, સોસાયટીના કન્‍વીનરશ્રીઓ અને તેમની ટીમ, શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડની વિવિધ સમિતિઓ, રાજકીય, સામાજિક આગેવાનો, વિવિધ એસોસિએશનના હોદ્દેદારો, સોશિયલ ગ્રુપના સભ્‍યો અને લોકો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયે સૌ માટે ભોજન પ્રસાદની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. શ્રી ખોડલધામ ટ્રસ્‍ટની યાદીમાં આ સન્‍માન સમારોહમાં પધારવા સૌને જાહેર આમંત્રણ પાઠવાયું છે.

(11:58 AM IST)