News of Friday, 5th December 2025
રાજકોટમાંથી હત્યાના વોન્ટેડ આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચ રાતોરાત ઉપાડી ગઇ
નવા વિક્રમો સ્થાપનાર સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનું અભિયાન ટોપ ગિયરમાં... વધુ એક સફળતા... ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજિયા સાથે અકિલાની વાતચીત : રાજકોટમાં કેટરિંગમાં ભજીયા બનાવવા માટે જાણીતો જયંતિ ઉર્ફે ભૂરો...લાજપોર જેલમાંથી પેરોલ બાદ ફરાર હતો

નાસતા ફરતા સ્કોડની બાતમી અંગે રાજકોટમાં વિશાળ કોન્ટેકટ ધરાવતા સુરત સીપી દ્વારા ખરાઈ... જેસીપી રાઘવેન્દ્ર વસ્તના માર્ગદર્શન નીચે ડીસીપી ભાવેશ રોજિયાના નેતૃત્વમાં pi રઘુભા જાડેજા ટીમની ભકિતનગર પોલીસની મદદથી મોટી સફળતા
રાજકોટ, તા.,૫ : સુરતના પોલીસ કમિશનર દ્વારા ઓપરેશન વોન્ટેડ અંતર્ગત ચાલતા અભિયાનમાં PCB/ dcb/ SOG દ્વારા રેકોર્ડ બ્રેક ફરારી આરોપીઓ પકડવામાં આવ્યે છે જેમાં વધુ એક આરોપીને પોલીસ કમિ'ર અનુપમસિહ ગેહલોત અને જોઇન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વસ્તના માર્ગદર્શનમાં ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજિયાના નેતૃત્વ હેઠળની પોલીસ ઇન્ડોકર્ટર રઘુભા જાડેજા ટીમ દ્વારા ભકિતનગર પોલીસ મથકની.મદદથી સુરત ઉપાડી ગયાની બાબતને ડીસીપી ભાવેશ રોજિયા દ્વાર અકિલા સાથેની વાતચીતમાં સંસર્થન આપેલ છે.
દરમ્યાન નાસતા ફરતા સ્કોડના પોલીસ માણસોને મળેલ આધારભુત બાતમી હકીકત આધારે રાજકોટ ભકિતનગર વિસ્તારમાંથી પેરોલ રજા પરથી ફરાર કેદીૅં- જયંતી ઉર્ફે ભુરો ગોબરભાઈ બગડા ઉ.વ.૩૪ ધંધો-કેટરર્સમાં મજુરી રહે. હાલ- મકાન નં-૧૭, શેરી નંબર-૧૬ ઘનશ્યામનગર સોસાયટી, ભકિતનગર, કોઠારીયા મેઈન રોડ રાજકોટ મુળ વતન- મેકડા,તા-સાવરકુંડલા, જિ-અમરેલીનાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આરોપીનો કબજો કાપોદ્રા પો.સ્ટે.ને સોંપવા તજવીજ કરેલ છે.
મજકુર આરોપી વરાછા પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં-૨૯૫/૨૦૧૬, સેશન્સ કેસ નં-૫૪૫/૨૦૧૮ આઈ.પી.સી.કલમ-૩૯૭ મુજબના ગુનામાં લાજપોર મધ્યસ્થ જેલમાં પાકા કામના કૈદી તરીકે સજા હેઠળ હતો.
ઉપરોકત ગુનામાં હકીકત એવી રીતની છે કે, સને-૨૦૧૬ માં મજકુર આરોપી કાપોદ્રા વિસ્તારમાં તેના પરિવારની સાથે રહેતો હતો. તે વખતે તેણે તેના મિત્રો સહ આરોપી નિકુંજ વાળા, મેહુલ ભટ્ટી તથા સંદીપ ઉર્ફે બિલ્લો નાઓ સાથે ફરીયાદીશ્રીનાઓ તેમની એ.કે.રોડ પટેલનગર ખાતેની મોબાઈલની દુકાન બંધ કરતાં હતાં તે દરમ્યાન ફરીયાદીશ્રીની બેગની લુંટ કરવાના ઈરાદે ફરીયાદીશ્રીને છરી વડે જીવલેણ ઈજા પહોંચાડી રોકડા રૂ.૪૦,૦૦૦/- તથા મોબાઈલ તથા અન્ય ડોક્યુમેન્ટ્સની લુંટ કરી નાશી ગયેલ હતા. સદર ગુનામાં આરોપીને તા-૨૭/૦૫/૨૦૨૪ ના રોજ નામદાર એડીશનલ સેસન્સ જજ સુરતનાઓએ ૦૭ (સાત) વર્ષ કેદની સજા ફરમાવેલ હતી. જેથી તે લાજપોર મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા હેઠળ હતો. દરમ્યાન આરોપી
તા.૨૫/૦૬/૨૦૨૪ ના રોજ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરવા સારૃં દિન-૦૭ ની પેરોલ રજા ઉપર છોડવામાં આવેલ હતો. ત્યાર બાદ તે હાજર નહિ થઈ ફરાર થઈ ગયેલ હતો

(12:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
