<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th December 2025

ગુજરાતના અનેક વિસ્તારોમાં ફરી કડકડતી ઠંડી પડવાની શરુઆત

રાજયના અનેક જિલ્લામાં ન્યુનતમ તાપમાનમાં ઘટાડો થવાની શકાયતા

 

અમદાવાદ :ગુજરાતના અનેક વિસ્તારોમાં ફરી કડકડતી ઠંડી પડવાની શરુઆત થઈ ચુકી છે. ત્યારે આજે અમદાવાદ, આણંદ, અરવલ્લી, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ખેડા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત બનાસકાંઠા, બોટાદ, મોરબી, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. બીજી તરફ કચ્છ, મહીસાગર સહિતના જિલ્લાઓમાં 13 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત દાહોદ, ડાંગ સહિતના જિલ્લાઓમાં 12 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. ભાવનગર, નવસારી અને તાપી સહિતના જિલ્લાઓમાં 18 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે

(3:56 PM IST)