તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th December 2025
રાહુલ ગાંધી વાણી- વ્યવહાર સુધારે પછી વિદેશી વડાઓને મળવાની અપેક્ષા રાખેઃ નરહરિ અમીન

રાજકોટ તા.૫: રશિયાના વડાશ્રી પુતિનની મુલાકાત સંદર્ભે રાહુલ ગાંધીએ કરેલ નિવેદનનો ભાજપના રાજયસભાના સભ્યશ્રી નરહરિ અમીને ચોટદાર જવાબ આપ્યો છે. પોતાને વિપક્ષી નેતા તરીકે સરકાર દ્વારા વિદેશી મહેમાનોને મળવા દેવાતા નથી તેવા રાહુલ ગાંધીના વિધાનને તેમણે પડકારી પહેલા યોગ્યતા કેળવવા ટકોર કરી છે.શ્રી નરહરિ અમીને જણાવેલ કે રાહુલ ગાંધી વિદેશ જાય છે ત્યારે ભારતની અને ભારત સરકારની ટીકા કરે છે. તેમણે વિપક્ષ તરીકે કંઇ વાંધો હોય તો અહીંયા ચર્ચા કરવી જોઇએ. વિદેશ જઇને દેશને બદનામ કરવાનું બંધ કરવુ જોઇએ. ભૂતકાળમાં કોંગ્રેસના શાસન વખતે તે વખતના વિપક્ષના નેતાઓ અટલજી, અડવાણીજી વિદેશોમાં જતા ત્યારે આપણા દેશની પ્રશંસા કરતા હતા. રાહુલ ગાંધી પોતાની વાણી અને વ્યવહાર ન સુધારે ત્યાં સુધી કેન્દ્ર સરકાર તેમને દૂર રાખે તેમાં કંઇ ખોટુ નથી.(
(3:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
