<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th December 2025

ગુજરાતના બંદર, બીચ અને જળમાર્ગોના વિકાસ કામો અર્થે સાંસદ રામભાઇની રજુઆત

કચ્છના માંડવી મુંદ્રાથી ધોધા સુધી દરિયાઇ ફેરી શરૃ કરવા સૂચન

રાજકોટ, તા. પ :  સંસદસભ્ય રામભાઈ મોકરીયા એ, માનનીય ચેર પર્સન ગ્રુપ ઓફ કોર્ડિનેશન(એનડીએ એમ.પી.) શ્રીમતી શોભા કરાંદે, કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી માઇક્રો, સ્મોલ અને મિડીયમ એન્ટરપ્રાઇઝ તથા લેબર અને એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટર ને સાથે રાખી  મંત્રી  સર્વાનંદ સોનોવાલ કેન્દ્રીય કેબિનેટ મંત્રી  પોર્ટ શિપિંગ અને દરિયાઈ જળમાર્ગ ને રૂબરૂ મળી આજરોજ રજૂઆત કરેલ કે ગુજરાતનો ૨૬૦૦ કિલોમીટરનો લાંબો દરિયાઈ કિનારો છે.  બંદર તથા બીચ તથા ટુરીઝમનો સારી રીતે વિકાસ  કરવા રજૂઆત કરેલ.

ે દ્વારિકા પાસે જે રીતે શિવરાજપુર બીચનો ટુરિઝમ તરીકે વિકાસ થયેલ છે તે રીતે કચ્છના માંડવી મુન્દ્રા થી લઈ પોરબંદર, માધવપુર, ચોરવાડ, સોમનાથ તેમજ વલસાડ સુધી આ રીતે બીચનો ટુરીઝમ તરીકે વિકાસ થઈ શકે છે જેનાથી ટુરિઝમના વિકાસની સાથે લોકોને સારી રીતે રોજગારી પણ મળી શકે.

આ ઉપરાંત હાલમાં (ભરૂચના) દહેજ બંદરથી (ભાવનગરના) ઘોઘા બંદર સુધી દરિયાઈ ફેરી સર્વિસ ચાલુ છે જેથી ભરૂચ થી રોડ રસ્તે ભાવનગર જવા માટે અંદાજિત ૩૦૦ km નું અંતર ઓછું થઈ જાય અને લોકોનો સમય તથા પેટ્રોલ ડીઝલનો બચાવ થાય.  પર્યાવરણને ઓછું નુકસાન થાય આ રીતે કચ્છના માંડવી મુન્દ્રાથી લઈને ઘોઘા સુધી આ દરિયાઈ ફેરી શરૂ કરવામાં આવે તો રોડ રસ્તા ઉપર ૪૦૦ કિલોમીટર જેવું અંદાજિત અંતર ઓછું થઈ જાય અને માણસોનો સમય તથા પેટ્રોલ ડીઝલનો બચાવ થાય. રામભાઇએ વિગેરે બાબતે વિગતવાર રજૂઆત કરતા કેબિનેટ મંત્રી સર્વાનંદ સોનોવાલ એ રજૂઆતને  હકારાત્મક લીધેલ હતી.

(3:57 PM IST)