News of Friday, 5th December 2025
વડોદરા સ્ટર્લિંગ હોસ્પિટલમાં જટીલ સર્જરી: યુવકની ખોપરીના પાયામાં રહેલી મગજની ગાંઠને દૂર કરાઈ
8 કલાકની જટિલ માઈક્રો સર્જરીના અંતે ગાંઠ સંપૂર્ણ દૂર કરાયા બાદ દર્દીને 3-4 દિવસ ICUમાં રાખીને 8 દિવસમાં દર્દીને ડિસ્ચાર્જ અપાયું

શહેરના રેસકોર્સ રોડ સ્થિત સ્ટર્લિંગ હોસ્પિટલે આજે અત્યંત જોખમી ન્યુરોસર્જિકલ ઓપરેશનમાં ખોપરીના પાયામાં રહેલી 6 સેમી x 5 સેમીના માપની મગજની ગાંઠને સફળતાપૂર્વક દૂર કરવાની જાહેરાત કરી છે. આ સિદ્ધિ આધુનિક ન્યુરોસર્જરીમાં સૌથી મુશ્કેલ ગણી શકાય તેવા કેસોને હેન્ડલ કરવાની હોસ્પિટલની ઉચ્ચ ક્ષમતાઓ દર્શાવે છે.
સ્ટર્લિંગ હોસ્પિટલના ન્યુરોસર્જરી વિભાગના એસોસિયેટ ડિરેક્ટર ડૉ. મૌલિક વાજાની આગેવાની હેઠળ આ સર્જરી હાથ ધરવામાં આવી હતી. આ સફળતા હોસ્પિટલની મગજ અને કરોડરજ્જુની જટિલ સર્જરીમાં શ્રેષ્ઠતા માટે હોસ્પિટલની વધી રહેલી પ્રતિષ્ઠામાં એક મહત્વનું સીમાચિહ્ન છે.
34 વર્ષીય પુરુષ દર્દી છેલ્લા છ થી આઠ મહિનાથી સતત માથાના દુઃખાવાથી પીડાતો હતો. છ મહિના પહેલાં કરેલા MRIમાં જમણી બાજુએ ખોપરીના તળિયેથી ઊભી થયેલી અને મગજની અંદર ધકેલાતી મોટી ગાંઠ (બ્રેઇન ટ્યુમર) જોવા મળી હતી.
ગાંઠ અત્યંત જટિલ જગ્યાએ હતી અને તેના માટે જરૂરી મગજની સર્જરી અત્યંત જોખમી હોવાથી અનેક ન્યુરો નિષ્ણાંતોએ આ ઓપરેશનને “ખૂબ જ જોખમી” ગણાવ્યું હતું. દર્દીને ઓપરેશન કરાવવાની સલાહ આપવામાં આવી હતી, પરંતુ શરૂઆતમાં તે ડરને કારણે આગળ વધવા તૈયાર નહોતો.
ત્યાર પછીના મહિનાઓમાં દર્દીની સ્થિતિ ઝડપથી બગડતી ગઈ અને માથાનો દુઃખાવો અસહ્ય બન્યો. નવા MRIમાં ગાંઠનું કદ લગભગ 6 સે.મી. × 5 સે.મી. જેટલું થઈ ગયું હતું અને તે મગજના મહત્વના માળખાને વધુ દબાવી રહી હતી. લાંબી ચર્ચા અને સલાહમસલત બાદ દર્દીએ સર્જરી માટે ડૉ. મૌલિક વાજા તથા સ્ટર્લિંગ હોસ્પિટલની ન્યુરોસાયન્સ ટીમ પર પૂરો વિશ્વાસ મૂક્યો.
(7:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
