તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th December 2025
બોડકદેવમાં મસાજ કરાવવાનું આધેડને ભારે પડયું
યુવતીએ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને વધુ ૨૦ લાખ માંગીને મળતિયા સાથે મળીને આધેડને વસ્ત્રાપુરમાં જાહેરમાં માર માર્યો

અમદાવાદ,તા.૫
શહેરના સાયન્સ સીટીમાં વિસ્તારમાં રહેતા ૫૧ વર્ષીય વ્યક્તિને બોડકદેવમાં આવેલા એક સ્પામાં જઇને મસાજ કરાવવાનું ભારે પડયું હતું.
જેમાં મસાજ કરનાર યુવતીએ આધેડનો મોબાઇલ લીધા બાદ તેને બ્લેકમેઇલ કરીને અલગ અલગ સમયે ૧૦ લાખ જેટલી રકમ પડાવી લીધી હતી અને મોબાઇલ ફોન તેમજ તેના ભાઇના લગ્ન માટે દાગીનાની ખરીદી કરી હતી. ત્યારબાદ યુવતી તેના પતિ અન્ય સ્પાના સંચાલક સાથે આવીને આધેડની શોપ પર આવીને ૨૦ લાખની માંગણી કરી હતી. જે આપવાની ના પાડતા મહિલાએ તેના પતિ અને અન્ય સાગરિત સાથે મળીને માર મારીને ધમકી આપવામાં આવી હતી. આ સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસે તપાસ શરૃ કરી છે.યુવતીએ બ્લેકમેઇલ કરી પતિ અને મળતિયા સાથે મળીને ૨૦ લાખ પડાવ્યા શહેરના સોલા સાયન્સ સીટી રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતા ૫૧ વર્ષીય કિર્તન (નામ બદલેલ છે)આશરે દોઢ વર્ષ પહેલા બોડકદેવમાં ઝાયડસ હોસ્પિટલ પાસેના કોમ્પ્લેક્સમાં આવેલા સ્પા ઝોનમાં મસાજ માટે ગયા હતા. જ્યાં ચાંદની રાજપુત નામની યુવતીએ તેમને મસાજ કર્યુ હતુ અને કહ્યું હતું કે હવે જ્યારે પણ આવો ત્યારે પૈસા સીધા મને આપજો કેસ કાઉન્ટર પર આપતા નહી. પરંતુ, ત્યારબાદ કિર્તને સ્પામાં જવાનું બંધ કર્યું હતું.
થોડા દિવસ પછી ચાંદનીએ તેમને વાંરવાંર ફોન કરીને પરેશાન કરવાનું શરૃ કરી દીધું હતુ અને ખોટા કેસમાં ફસાવવાનુ કહીને નાણાં માંગવાનુ શરૃ કર્યું હતું. જેથી ડરીને કિર્તને ચાંદનીને છુટક છુટક કુલ ૧૦.૯૧ લાખ જેટલી રકમ આપી હતી. જે રકમ ચાંદનીના શક્તિ મોઢ, ભાઇ અવિનાશ મોઢ અને તેના પતિ મોહિત જૈનના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. ત્યારબાદ ૬૬ હજારનો મોબાઇલ ફોન ઇએમઆઇ પર લેવડાવ્યો હતો. જેના હપતા કિર્તન હજુ સુધી ભરે છે.
ત્યારબાદ કિર્તનભાઇએ ચાંદનીને હવે બ્લેકમેઇલ ન કરવા અને નાણાં ન પડાવવા માટે કહ્યું હતુ. યુવતીએ બ્લેકમેઇલ કરી પતિ અને મળતિયા સાથે મળીને ૨૦ લાખ પડાવ્યા તેમ છતાંય, ચાંદની અને તેનો પતિ કિર્તનના ઘરે આવ્યા હતા અને ચાંદનીએ કહ્યું હતું કે તેના ભાઇના લગ્ન હોવાથી દાગીના ખરીદવાના છે. જે આપવાની ના પાડતા ફરી બદનામ કરવાની ધમકી આપતા કિર્તનભાઇએ ડરીને ગત ૨૫મી ઓક્ટોબરના રોજ વટવામાં આવેલા એક જ્વેલર્સ પોસેથી ૧.૮૬ લાખના દાગીના લઇને ચાંદનીને આપ્યા હતા. આ ઉપરાંત, છ લાખ રૃપિયા પણ ખર્ચ પેટે લઇ ગયા હતા. આ વ્યવહાર બાદ કિર્તનભાઇએ ચાદની અને તેના મળતિયાઓને આજ પછી કોઇ સંબધ ન રાખવા માટે કહ્યું હતુ.ં પરંતુ, ગત ૨૭મી નવેમ્બરના રોજ સાંજના સમયે કિર્તનભાઇ તેમની શોપ પર હતા ત્યારે ચાંદનીએ ફોન કરીને ૨૦ લાખની માંગણી કરી હતી. પંરતુ, કિર્તનભાઇએ નાણાં આપવાની ના કહી હતી. જો કે ચાંદની તેના પતિ અને બોડકદેવમાં આવેલા બ્લુ સ્પાનાસંચાલક ભાવીક સંઘવી સાથે આવી હતી અને મારમારી કરી હતી.
આ સમયે કિર્તનભાઇએ પોલીસ કંટ્રોલમાં ફોન કરતા પોલીસ આવી હતી. પરતુ, ચાંદની અને ભાવીક સંઘવીએ તે પહેલા ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતા કિર્તનભાઇ પોલીસ કેસ કર્યો નહોતો. પરંતુ, ત્યારબાદ કિર્તનભાઇને ડર હતો કે ચાંદની ફરીથી તેને બ્લેકમેઇલ કરીને નાણાં પડાવશે. જેથી છેવટે તેમણે આ મામલે તમામ પુરાવા સાથે વસ્ત્રાપુર પોલીસમાં દાદ માંગી હતી. જેના આધારે પોલીસે તપાસ શરૃ કરી છે.
(9:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
