<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th December 2025

કડીમાં યુવક પર હુમલા બાદ કારમાં અપહરણ: હેર સલૂનમાં વાળ કપાવવા બેઠેલા યુવક પર ત્રણ શખ્શો તુટી પડ્યા

દેદિયાસણ દરગાહ પાસે લઈ જઈ યુવકને બેરહેમીપૂર્વક માર મરાયો: ICUમાં સારવાર હેઠળનાં યુવકની હાલત ગંભીર

મહેસાણાના  કડીમાં યુવક પર હુમલા બાદ અપહરણ કરવામાં આવ્યુ. હેર સલૂનમાં વાળ કપાવવા બેઠેલા યુવક પર 3 શખ્સ તુટી પડ્યા હતા. અલ્ફાઝ કાઝી નામનાં યુવક પર તલવાર અને પાઈપ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો. હુમલા બાદ યુવકનું કારમાં અપહરણ કરાયું હતુંં. દેદિયાસણ દરગાહ પાસે લઈ જઈ યુવકને બેરહેમીપૂર્વક માર મરાયો હતો.  ICUમાં સારવાર હેઠળનાં યુવકની હાલત ગંભીર છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ધંધા બાબતે જૂની અદાવત રાખી હુમલો કરાયો હતો. દેદિયાસણ દરગાહ પાસે લઈ જઈ ફરીથી બેરહેમીપૂર્વક માર માર્યો. હાલ તો અપહ્યત યુવકનો છુટકારો થયો છે પરંતુ તે ICUમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે. કડી પોલીસે પણ ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે..

(9:35 PM IST)