તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th December 2025
ગાંધીનગરમાં ખેડૂત પર હુમલો : બંને આરોપીઓને સાથે રાખીને પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું
હવે આ કેસમાં સંડોવાયેલા અન્ય બાકી આરોપીઓને શોધવા માટે પોલીસે સઘન કાર્યવાહી હાથ ધરી

ગાંધીનગર જિલ્લાના ધાનાજ ગામના ખેડૂત પર હુમલો કરવાના મામલામાં કલોલ તાલુકા પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ ખેડૂત પર હુમલો કરીને તેમને મારી નાખવાની ધમકી આપી હતી, જે અંગેની ફરિયાદ કલોલ તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ હતી. પોલીસે પકડાયેલા બંને આરોપીઓને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. હવે આ કેસમાં સંડોવાયેલા અન્ય બાકી આરોપીઓને શોધવા માટે પોલીસે સઘન કાર્યવાહી હાથ ધરી છે.
(1:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
