<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

એક કરોડથી વધુ લોકો તમાકુ, બીડી, સિગારેટના બંધાણી

શહેરોથી માંડીને ગ્રામ્‍ય વિસ્‍તાર સુધી તમાકુનું વ્‍યસન વકર્યુ : ૧૫થી વર્ષથી વધુ વયના યુવા હુક્કા, સિગારના બંધાણી બન્‍યાં તમાકુના વધતાં વ્‍યસનને લીધે કેન્‍સરના કેસોની સંખ્‍યા વધી

અમદાવાદ,તા.૦૬: ગુજરાતમાં તમાકુનો વપરાશ વધી રહ્યો છે. શહેરોથી માંડીને ગામડાઓ સુધી તમાકુનુ વ્‍યસન વકરી રહ્યુ છે. લોકસભામાં રજૂ થયેલાં એક રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં એક કરોડથી વધુ લોકો તમાકુ, બીડી, સિગારેટના વ્‍યસની છે જે ચિતાજનક છે. આનું કારણ એછેકે, તમાકુના વધતાં વ્‍યસનને લીધે કેન્‍સરના દર્દીઓમાં નોધપાત્ર વધારો થઇ રહ્યો છે

ગુજરાતમાં સરકાર ઉપરાંત સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ દ્વારા લોકજાગૃતિના અનેક કાર્યક્રમ યોજાઈ રહ્યાં છે છતાંય આજે તમાકુ, ગુટકા, બીડી, સિગારેટનું ચલણ વધ્‍યુ છે. ખાસ કરીને ૧૫ વર્ષથી વધુ વયના યુવાઓ હવે તમાકુ-ગુટકાના બંધાણી બન્‍યાં છે. શાળા, કોલેજો અને યુનિવર્સિટીની આજુબાજુ જ તમાકુ-ગુટકાનું બેફામ વેચાણ થઈ રહ્યુ છે. કેન્‍દ્ર સરકાર ટકા લોકો તમાકુનો ઉપયોગ કરી ૨૫.૧ છે. અન્‍ય રાજ્‍ય કરતાં ગુજરાતમાં તમાકુના બંધાણીઓની સંખ્‍યા વધુ છે.

એક ધૂમ્રપાનયુક્‍ત અને બીજું ધૂમ્રપાનરહિત તમાકુ એમ બે પ્રકારે ઉપયોગ થાય છે. દેશમાં ધૂમ્રપાનરહિત તમાકનો વપરાશ વધુ છે. સામાન્‍ય રીતે તમાકુ-ગુટખા જદી સાથે સોપારી સાથે વધુ વપરાય છે. ગુજરાતમાં ૧૯.૧ ટકા લોકો ધૂમ્રપાનરહિત તમાકુનો ઉપયોગ કરે છે એટલે કે બીડી-સિગારેટ કરતાં તમાકુ-ગુટકાના બંધાણી વધુ છે. હાલ ગુજરાતમાં શહેરમાં સિગારેટના વપરાશ વધુ છે જ્‍યારે ગામડાઓમાં આજે પણ બીડી પિનારાઓની સંખ્‍યા ઘણી મોટી છે. આ ઉપરાંત શહેરી વિસ્‍તારોમાં યુવાઓ હુક્કા-સિગારનો પણ એટલો જ ઉપયોગ કરી રહ્યાં છે.

કેટલાક અભ્‍યાસો દર્શાવે છે કે, તમાકુ, ગુટખા, બીડી-સિગારેટને લીધે મોઢા અને ગળાના કન્‍સરનું જોખમ વધી જાય છે. અભ્‍યાસ એ પણ સૂચવે છે કે તમાકુના કારણે કિડનીમાં પણ કન્‍સરની શક્‍યતા છે. અનેક સંસ્‍થા-સરકારના પ્રયાસો છતાં તમાકુના વ્‍યસનીઓની સંખ્‍યામાં હજુ ઘટાડો થઈ શક્‍યો નથી. આ કારણોસર ગુજરાત કેન્‍સરના કેસો પણ ચિંતાજનક હદે વધી રહ્યાં છે. 

(10:11 AM IST)