<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

સુરતથી ઉડાન ભરતી ઇન્ડિગોની વધુ 8 ફલાઈટ રદ : ફ્લાઇટ ચોથા દિવસે રદ થતા મુસાફરો રઝળી પડયા

ગઈકાલે પણ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર સતત ત્રીજા દિવસે ત્રણ ફ્લાઇટ્સ રદ થઈ હતી

સુરતથી ઉડાન ભરતી ઇન્ડિગોની 8 ફ્લાઇટ રદ થઈ છે, સુરતમાં ઇન્ડિગોની સંખ્યાબંધ ફ્લાઇટ મોડી પડી છે અને ફ્લાઇટ મોડી પડતા મુસાફરો હેરાન-પરેશાન થઈ ગયા છે અને કોઈ જવાબ પણ આપતું નથી. સુરત એરપોર્ટ પર ઇન્ડિગોની 8 ફ્લાઇટ કેન્સલ થઈ છે અને 2 ફ્લાઇટ મોડી પડી છે, રિફંડ અને માર્ગદર્શન ન મળતા મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો છે, સુરત-દિલ્હી, સુરત-ગોવા, સુરત-જયપુર ફ્લાઇટ કેન્સલ થઈ હોવાની વાત સામે આવી છે. ગઈકાલે પણ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર સતત ત્રીજા દિવસે ત્રણ ફ્લાઇટ્સ રદ થઈ હતી.

 

(12:07 PM IST)