<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

વાઘોડિયામાં ક્લાસરૂમ પાસે વિદ્યાર્થિની સાથે અડપલાં કરનાર શિક્ષક સામે પોલીસ ફરિયાદ

ફરિયાદ નોંધાતા જ આ લંપટ શિક્ષક રજા ઉપર ઉતરી ગયો: જરોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ હાથ ધરી

વડોદરા જિલ્લાના વાઘોડિયામાં એક શરમજનક ઘટના સામે આવી છે, જ્યાં શાળાના એક શિક્ષક સામે વિદ્યાર્થિનીની છેડતીનો આરોપ લાગ્યો છે. ફરિયાદ મુજબ, શિક્ષકે ક્લાસરૂમ પાસે વિદ્યાર્થિની સાથે અડપલાં કર્યા હતા. વિદ્યાર્થિનીએ આ અંગે તેના માતા-પિતાને જાણ કરતા, તેમણે તાત્કાલિક જરોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જોકે, ફરિયાદ નોંધાતા જ આ લંપટ શિક્ષક રજા ઉપર ઉતરી ગયો છે, અને જરોદ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ હાથ ધરી છે

(1:33 PM IST)