News of Saturday, 6th December 2025
વલસાડના પારડીમાં જીવદયાપ્રેમીએ જીવના જોખમે ઝેરી સાપને જીવતદાન આપ્યું
શાળા કેમ્પસમાં ઘુસી આવેલ બે સાપનું રેસ્ક્યું દરમિયાન સાપ બેભાન થતા તેને CPR ની મદદથી નવું જીવન અપાયું: જોખમની પરવા કર્યા વિના અલી અન્સારીએ સાપના મોઢામાં સ્ટ્રો નાખીને હાથોથી CPR આપી તેને પુનઃ જીવંત કર્યો

વલસાડ જિલ્લામાં માનવતા અને જીવદયાનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. પારડી વિસ્તારમાં આવેલી એક સ્કૂલમાં અચાનક બે અત્યંત ઝેરી રસેલ વાઇપર સાપ દેખાવા પામ્યા હતા. ઘટનાની જાણ થતાં જ જાણીતાં જીવદયાપ્રેમી અને રેસ્ક્યુઅર અલી અન્સારી તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા.
રેસ્ક્યુ દરમિયાન એક રસેલ વાઇપર અચાનક બેહોશ થઈ ગયો હતો અને તેનું શ્વાસોચ્છવાસ લગભગ બંધ થવા પામ્યો. જોખમની પરવા કર્યા વિના અલી અન્સારીએ સાપના મોઢામાં સ્ટ્રો નાખીને હાથોથી CPR આપી તેને પુનઃ જીવંત કર્યો હતો. સામાન્ય માણસ માટે ઘટનાની કલ્પના પણ મુશ્કેલ હોય એવા આ સાહસિક પ્રયાસથી સાપનું જીવન બચી શક્યું.
સ્થાનિક લોકોએ અલી અન્સારીના હિંમતભર્યા અને માનવતાપૂર્ણ કાર્યની ભારે પ્રશંસા કરી છે. રસેલ વાઇપર જેવા અત્યંત ઝેરી સાપને CPR આપવાનો આ જિલ્લામાં બીજો કિસ્સો છે. થોડાં દિવસ પહેલા જ નાનાપોંઢાના આમધા ગામે એક યુવકે મોઢાથી CPR આપી ઝેરી સાપને જીવ દાન આપ્યું હતું.
જિલ્લામાં સાપો પ્રત્યે માનવતા અને જીવદયાની ભાવના વધતી જોઈ રહી છે. જે માત્ર પ્રકૃતિ પ્રત્યેનો લગાવ જ નહીં, પરંતુ સહજીવો પ્રત્યેની ઊંડાણભરી જવાબદારીનું પ્રતિક છે.
(2:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
