તા. ૧૦ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૧ શુક્રવાર
News of Saturday, 6th December 2025
સુરતમાં ટ્રાફિક સમસ્યા દૂર કરી વરાછાને રાહત આપો :"ખોટી રીતે હેરાનગતિ ન થાય તેમ કામગીરી થાય તે જરૂરી... "ઓટલા પર ધંધો કરતા લોકો હેરાન ન થાય તે ધ્યાન રાખવું : વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી ફરી ચર્ચામાં
સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરતના મેયરને પત્ર લખીને વરાછાના ટ્રાફિક મુદ્દે તાત્કાલિક રાહત આપવા રજૂઆત કરી : પાલિકા-પોલીસની કામગીરીને બિરદાવી,

સુરત : સમસ્યાઓને લઈ વારંવાર રજૂઆત કરવા બદલ વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી ચર્ચામાં રહે છે. ત્યારે તેમણે હવે સુરતના વરાછામાં ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે મેયરને પત્ર લખીને રજૂઆત કરી છે. આ પત્રમાં તેમણે વરાછા વિસ્તારમાં ટ્રાફિક હળવો કરવા માટે પોલીસ અને સુરત મહાનગર પાલિકા દ્વારા થઈ રહેલી કામગીરીને બિરદાવી હતી, પરંતુ સાથે જ તેમણે આ કામગીરી દરમિયાન નાગરિકોને થતી ખોટી હેરાનગતિ પર ધ્યાન દોર્યું હતું.
'લોકો હેરાન થાય છે'
ધારાસભ્ય કુમાર કાનાણીનું માનવું છે કે શહેરના ટ્રાફિકને સુચારુ બનાવવા માટે દબાણ હટાવવાની ઝુંબેશ જરૂરી છે. જોકે, તેમણે આ કામગીરીમાં 'માનવતા' અને 'સંવેદનશીલતા' જાળવવા પર ભાર મૂક્યો હતો. જ્યારે પણ પોલીસ અને પાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવે છે, ત્યારે કેટલાક લોકો હેરાન પરેશાન થાય છે. આ કામગીરી દરમિયાન પાલિકાના કર્મચારીઓ ક્યારેક 'માનવતા નેવે મૂકી હોય' તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે, જે ગરીબ અને નાના ધંધાર્થીઓ માટે આઘાતજનક હોય છે.
'નાના વેપારીઓને ખોટી રીતે હેરાનગતિ ન થાય'
MLA કુમાર કાનાણીએ મેયરને સ્પષ્ટ રજૂઆત કરી હતી કે, દબાણ હટાવવાની કામગીરીમાં એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે, રસ્તા પર અવરોધરૂપ ન હોય તેવા લોકોને ખોટી રીતે હેરાનગતિ ન થાય. ખાસ કરીને 'જે જરૂરી ના હોય પોતાની જગ્યા-ઓટલા પર બેસીને ધંધો કરતા હોય' તેવા લોકો પર દમન ન થાય તેની તકેદારી રાખવી જોઈએ. આવા નાના વેપારીઓ કે જેઓ પોતાના ઓટલા પર બેસીને રોજગારી મેળવે છે, તેમને ટ્રાફિકની સમસ્યા માટે જવાબદાર ગણીને હેરાન કરવા યોગ્ય નથી.
(6:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
