<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

નિવૃત IAS અધિકારી પ્રદીપ શર્માની મુશ્કેલી વધી : ભુજમાં કંપનીને ગેરકાયદેસર જમીન ફાળવણી કેસમાં દોષી જાહેર

અમદાવાદની વિશેષ ED અદાલતે IAS પ્રદીપ શર્માને દોષી જાહેર કરતા સજા સંભળાવશે

અમદાવાદ :નિવૃત IAS અધિકારી પ્રદીપ શર્માની મુશ્કેલીઓમાં વધારો થયો છે. અમદાવાદની વિશેષ ED અદાલતે IAS પ્રદીપ શર્માને દોષી જાહેર કર્યા છે. ED ની વિશેષ કોર્ટ IAS પ્રદીપ શર્માને હવે જલદી સજા સંભળાવશે. ભુજમાં કંપનીને ગેરકાયદેસર જમીન ફાળવણી કેસમાં દોષી જાહેર કરવામાં આવ્યા હોવાની માહિતી છે.

 પૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માને અમદાવાદની વિશેષ ED અદાલતે દોષી જાહેર કર્યા હોવની માહિતી સામે આવી છે. હવે, ED ની સ્પેશિયલ કોર્ટ IAS પ્રદીપ શર્માને સજા ફટકારશે. માહિતી અનુસાર, જમીન સંબંધિત કેસમાં પૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માને દોષી જાહેર કરાયા છે.આ પહેલા જ્યારે સુનાવણી થઈ હતી ત્યારે પ્રદીપ શર્માના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, 'લાંબા સમયથી પ્રદીપ શર્મા જેલમાં છે માટે તેને પણ ધ્યાને લેવામાં આવે. પ્રદીપ શર્માની 70 વર્ષની ઉંમર છે અને સિનિયર સિટિઝન છે તેને પણ ધ્યાને લેવામાં આવે.' બીજી તરફ સરકારી વકીલે દલીલ કરતા કહ્યું કે, નવા કાયદામાં સંબધિત કેસમાં 10 વર્ષ સુધી મહત્તમ અને ઓછામાં ઓછી 4 વર્ષ સજાની જોગવાઈ છે. જ્યારે, જૂના કાયદામાં ઓછામાં ઓછા 1 વર્ષ અને વધુમાં વધુ 7 વર્ષ સજાની જોગવાઇ છે.

રિપોર્ટ અનુસાર, સસ્પેન્ડેડ IAS અધિકારી પ્રદીપ શર્મા સામે વેલસ્પન કંપનીની વેલ્યૂ પેકેજિંગ નામની પેટા કંપનીને ખોટી રીતે જમીન ફાળવી તેના બદલામાં પોતાની પત્નીને વર્ષ 2004 માં કંપનીમાં કોઈપણ જાતનાં રોકાણ વિના 30 ટકાની ભાગીદાર બનાવી રૂ. 29.50 લાખનો નફો મેળવી પોતાની સત્તાનો દુરુપયોગ કરવાનાં આરોપમાં 30 સપ્ટેમ્બરે અમદાવાદમાં એન્ટી કરપ્શન બ્યૂરોએ (ACB) ધરપકડ કરી હતી.

(7:34 PM IST)