તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th December 2025
અમદાવાદના ચાંગોદર ખાતે આવેલ પાપડ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી :ફાયર બ્રિગેડની 3 ટીમો ઘટનાસ્થળે દોડી
ચાંગોદર-સરખેજ-બાવળા હાઇવે પર આવેલી પાપડ પ્રોડક્ટ બનાવતી ફેક્ટરીમાં અચાનક આગ લાગતા દોડાદોડી મચી ગઈ

અમદાવાદના ચાંગોદર ખાતે આવેલ પાપડ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. ફાયર બ્રિગેડની 3 ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી છે. ચાંગોદર-સરખેજ-બાવળા હાઇવે પર આવેલી પાપડ પ્રોડક્ટ બનાવતી ફેક્ટરીમાં અચાનક આગ લાગતા દોડાદોડી મચી ગઈ હતી. ધુમાડાના ગોટેગોટા દૂરથી જ દેખાઈ રહ્યા છે. આગ કયા કારણોસર લાગી તેની તપાસ પોલીસ અને ફાયર ઓફિસર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. હાલ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો અન્ય કોઈ જાનહાની થયા ના અહેવાલ નથી
(8:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
