<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

અમદાવાદના મેઘાણીનગરમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો : સફેદ હુડી પહેરેલા અજાણ્યા આરોપીની ઓળખ કરી પોલીસે ઝડપી લીધો

પ્રેમ સંબંધમાં યુવકની હત્યા થયાનો ખુલાસો :આરોપીને મૃતકના સંબંધીની દીકરી સાથે પ્રેમ સબંધ હતો: પ્રેમ સંબંધની જાણ મૃતક ચંદ્રશેખર અને તેના સંબંધી થતાં બોલાચાલી થયેલી

અમદાવાદ : શહેરના મેઘાણીનગરમાં થયેલી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. સફેદ હુડી પહેરેલા અજાણ્યા આરોપીની ઓળખ કરી પોલીસે તેની ધરપકડ કરી છે. રામકુમારસિંહ ઉર્ફે છોટુ તોમર ઝડપાયો છે. 30 નવેમ્બરની રાત્રે કિસ્મતનગર વિસ્તારમાં ચંદ્રશેખર તોમર ઉપર પાછળથી ચાકુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. ટેક્નિકલ એનાલિસિસ અને ખાનગી બાતમીદારોની મદદથી પોલીસ આરોપી સુધી પહોંચી હતી. પ્રેમ સંબંધમાં યુવકની હત્યા થઈ હોવાનો ખુલાસો થયો છે. આરોપીને  મૃતકના સંબંધીની દીકરી સાથે પ્રેમ સબંધ હતો. પ્રેમ સંબંધની જાણ મૃતક ચંદ્રશેખર અને તેના સંબંધી થતાં બોલાચાલી થયેલી. જેની અદાવત રાખીને હત્યા કરવામાં આવી હતી.

 


 

(8:59 PM IST)