<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

સુરતના માંડવી પંથકમાં દીપડાની દહેશત: ઝરપણ ગામની સીમમાં દીપડાએ મજૂર પર હુમલો કર્યો

ઇજાગ્રસ્ત મજૂરને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો : વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી

સુરતના માંડવી પંથકમાં દીપડાની દહેશત યથાવત રહી છે. માંડવીના ઝરપણ ગામની સીમમાં દીપડાએ મજૂર પર હુમલો કર્યો, જે શરડી કાપતી વખતે ઘાતક બની ગયો. હુમલામાં મજૂરને માથા અને હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત મજૂરને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી. છે .

(9:33 PM IST)