<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th December 2025

સાણંદ તાલુકાની ગણાસર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને નડાબેટ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરાયું

વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય ભાવના - દેશપ્રેમ જળવાઈ રહે તે હેતુથી શિક્ષકો દ્વારા પ્રવાસનું સ્થળ પસંદ કરાયું

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાની ગણાસર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે વાવ થરાદ જિલ્લાના પ્રવાસન સ્થળ એવા નડાબેટ (બોર્ડર) ખાતે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત થાય અને દેશ પ્રેમ જળવાઈ રહે તેવા ઉમદા હેતુથી શિક્ષકો દ્વારા નડાબેટના સ્થળની પ્રવાસ માટે પસંદગી કરવામાં આવી હતી. 

ગણાસર પ્રાથમિક શાળાના શિક્ષિકા દિક્ષિતા પટેલે સી.એમ.એમ ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બધા ને પૂછવા બેસો તો બસ નકશા જ નકશા છે પરંતુ નીકળી જો જાઓ તો  રસ્તા જ રસ્તા છે.‌ ના કોઈ વધુ માર્ગદર્શન , ના કોઈ પૂર્વ અનુભવ. બસ નાના એવાં સંવાદ થી આકાર પામેલો પ્રવાસ એટલે નડાબેટ નો પ્રવાસ. જંગલ જોયું, દરિયો જોયો, બસ અફાટ રણ અને એ રણની કાંધીએ આવેલી  બે દેશો ની બોર્ડર પહેલી વાર જોઈ અચાનક જ આહ બોલાઈ જાય એવો અનુભવ એટલે નડાબેટ. બાળકોતો સરહદના સીપાહીઓને જોઈ ને એમની સાથે વાત ચિત કરી, ફોટા પડાવી જે ખુશ થયા છે.  એ આનંદ સામે બધો જ થાક વસુલ.

(12:58 PM IST)