<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th December 2025

સુરતના બારડોલીના સરભોણ ગામે નકલી કિન્નરને લોકોએ ચખાડ્યો મેથીપાક

સરભોણ ગામે લગ્ન પ્રસંગમાં કિન્નર બની પોતાનો હક્ક માંગવા આવ્યા નકલી કિન્નર: મેથીપાક ચખાડ્યા બાદ નકલી કિન્નરએ લોકોની માફી માંગી

સુરતના બારડોલીના સરભોણ ગામે નકલી કિન્નરને લોકોએ ચખાડ્યો મેથીપાક. સરભોણ ગામે લગ્ન પ્રસંગમાં કિન્નર બની પોતાનો હક્ક માંગવા આવ્યા નકલી કિન્નર. લગ્ન પ્રસંગે રુઆબ બતાવતા સ્થાનિકોએ બારડોલી કિન્નર સમાજને જાણ કરી હતી. બારડોલી કિન્નર સમાજના પુણ્યનંદગિરિ ઉર્ફે પૂનમ બા અને એમના અખાડાના શિષ્ય સાથે સરભોણ પહોંચ્યા હતા. આ બન્ને કિન્નર નકલી હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ લોકોએ બન્ને નકલી કિન્નરને શિયાળામાં બરોબરનો મેથીપાક ચખાડ્યા બાદ નકલી કિન્નરએ લોકોની માફી માંગી હતી

(4:43 PM IST)