તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 7th December 2025
પાદરા-જંબુસર રોડ પર પુરપાટ જતી બાઈક ટ્રકની પાછળ ઘુસી ગઈ: યુવકનું કરૂણમોત
ડબકા ગામના જયેન્દ્રસિંહ પરમાર બાઈક લઈને પાદરા-જંબુસર રોડ ઉપરથી પસાર થતા હતા ત્યારે વિશ્રામપુરા ગામ નજીક સીતારામ હોટલ પાસે તેનું બાઈક આગળ જતી ટ્રકમાં ધડાકા સાથે ઘુસી ગયું

વડોદરા જિલ્લાના પાદરા-જંબુસર રોડ પર બાઈક અને ટ્રક વચ્ચ અકસ્માતનો એક બનાવ સામે આવ્યો છે. જેમાં બાઈક ચાલક યુવકનું મોત નીપજ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ડબકા ગામમાં રહેતો જયેન્દ્રસિંહ પરમાર બાઈક લઈને પાદરા-જંબુસર રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો. જયેન્દ્રનું બાઈક વિશ્રામપુરા ગામ નજીકથી પસાર થઈ રહ્યું હતુ, ત્યારે સીતારામ હોટલ પાસે તેનું બાઈક આગળ જતી ટ્રકમાં ધડાકા સાથે ઘુસી ગયું હતુ.
આ અકસ્માત બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. આ બાબતની જાણ થતાં પાદરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જો કે જયેન્દ્રસિંહનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ.
હાલ તો જયેન્દ્રસિંહના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વડુ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તેમજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
(6:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
