<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th December 2025

રાજ્યમાં શાંતિ માટે દારૂબંધી હોવી જરૂરી :દીકરીઓ મોડી રાત સુધી ગરબે રમી શકે એનું કારણ દારૂબંધી: આનંદીબેન પટેલનું મોટું નિવેદન

આનંદીબેન પટેલે દારૂબંધી ના હટાવવા અંગે સરકારને સલાહ આપી. કહ્યુ મેં ઉત્તર પ્રદેશમાં અનેક લોકોને દારૂ છોડાવ્યો.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે સેવા બજાવી રહેલા આનંદી બહેન પટેલના પુસ્તક ‘ચુનોતિયા મુઝે પસંદ હૈ’ નો વિમોચન કાર્યક્રમ યોજાયો હતો. જેમા દેશના ગૃહમંત્રી અમિત શાહ, ભાગવત કથાકાર ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા, સહિતના અનેક અગ્રગણ્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા 

   ગુજરાતમાં દારુબંધી અંગે આનંદીબહેને મોટુ નિવેદન આપ્યુ છે. આનંદીબેન પટેલે દારૂબંધી ના હટાવવા અંગે સરકારને સલાહ આપી. કહ્યુ મેં ઉત્તર પ્રદેશમાં અનેક લોકોને દારૂ છોડાવ્યો. અહીંયા આપણે ગુજરાતમાં દારૂબંધી પરત ખેંચવાનું વિચારી રહ્યા છીએ. મેં સાંભળ્યું કે તમે ગુજરાતમાં દારૂબંધી ઓપન કરવાનું વિચારી રહ્યા છો. રાજ્યમાં શાંતિ માટે દારૂબંધી હોવી જરૂરી છે . આપણે ત્યાં દીકરીઓ મોડી રાત સુધી ગરબે રમી શકે એનું કારણ દારૂબંધી છે 

 


 

(10:29 PM IST)