<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th December 2025

ઓનલાઈન અભ્‍યાસના બહાને બાળકોને સોશિયલ મીડિયા ઉપર રેઢાં મૂકશો નહીં

રીલ્‍સ, ઈન્‍સ્‍ટાગ્રામ, ફેસબુક વિધાર્થીઓને અભ્‍યાસમાં એકાગ્ર થવા દેતા નથી : ખાસ કરીને ધોરણ ૯-૧૦ના વાલીઓએ વર્ષના નિર્ણાયક સમય દરમિયાન સજાગ રહેવું

સુરત તા.૮: ઓનલાઈન અભ્‍યાસ માટે ક્‍લાસ કે એસાઈનમેન્‍ટના બહાને કે પછી રીલેક્‍સ થવાના બહાને તમે તમારા સંતાનને મોબાઈલ કે સોશિયલ મિડિયા સાથે રેહાં મૂકી દેતાં હોવ તો તેમની શૈક્ષણિક કારકિર્દી માટે જોખમ ઊભું શ્રી રહ્યા છો. એવો મત એક સેમિનારમાં નિષ્‍ણાતોએ વ્‍યક્‍ત કર્યો હતો. શહેરના અડાજણ વિસ્‍તારની એક શૈક્ષણિક સંસ્‍થામાં યોજાયેલા સેમિનાર દરમિયાન નિષ્‍ણાતે કહ્યું હતું કે, સોશિયલ મિડિયાનું આક્રમણ પ્રચંડ છે અને વાલીઓ સમયસર જાગૃત નહીં બને તો, તેમની શૈક્ષણિક કરિયરને ભરપાઈ ન કરી શકાય એવું નુકસાન થવાની પુરી શક્‍યતા છે.

ભારતમાં કરોડો વિદ્યાર્થીઓની સંખ્‍યા સામે માત્ર અમુક લાખની સંખ્‍યા ધરાવતા ઓસ્‍ટ્રેલિયા જેવા દેશે થોડા દિવસો પૂર્વે ૪ ૧૬ વર્ષથી નીચેની ઉંમરના વિદ્યાર્થીઓ માટે સોશિયલ મિડિયા પર પ્રતિબંધ મૂકી દીધો છે.

તેનો દાખલો આપીને તેજસે જણાવ્‍યું હતું કે, વિદ્યાર્થીઓ અવનવા બહાના હેઠળ તમારી પાસેથી મોબાઈલ, લેપટોપ, ટેબ કે અન્‍ય ગેજેટ્‍સ લઈ લે છે અને ત્‍યારબાદ અભ્‍યાસમાંથી ડિસ્‍ટ્રેક્‍ટ થઈ જાય છે. બધા કિસ્‍સામાં આવું ન હોય તો પણ ઘણીવાર વિદ્યાર્થીઓ મા-બાપ સૂઈ જાય કે, તેમની નજર હટે કે તરત જ લત લગાડે એવા સોશિયલ મિડિયા પ્‍લેટફોર્મના શિકાર બને છે.

વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે ખાસ તો સ્‍વ.અભ્‍યાસ યાને સેલ્‍ફ સ્‍ટડીની જ જરૂર હોય છે. સોશિયલ મિડિયા કે ઈલેક્‍ટ્રોનિક ગેજેટ્‍સનો ક્‍યારેક રિસોર્સથી વધુ ઉપયોગ હોતો નથી. આમ, એકાગ્ર ચિત્તે અભ્‍યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓએ સોશિયલ મિડિયાની ચુંગાલમાં ફસાવું નહીં અને સારી બુક્‍સ કે રેફરન્‍સ બૂક્‍સ જે રીફર કરીને ભણાવું.(૩૮.૧૮)

સ્‍ટુડન્‍ટ્‍સમાં એકાગ્રતા-ધીરજ ખૂટી

અડાજણમાં વિદ્યાપીઠ ખાતેના રીજનલ ફાઉન્‍ડેશન હેડ જયંત હિગોરાનીએ જણાવ્‍યું હતું કે, સ્‍ટુડન્‍ટ્‍સ ધ્‍યાન કેળવી શકતા નથી. લાંબો સમય ધ્‍યાન કેળવીને વાંચી-લખી શકતા નથી. સોશિયલ મિડિયાનો પ્રભાવ એટલી હદે વધી ગયો છે કે, તેઓ અમુક લીટી લાંબો સવાલ હોય તો પૂરો વાંચતા પણ નથી. વિદ્યાર્થીઓ પરીક્ષામાં પૂરો સવાલ વાંચ્‍યા પહેલાં જ જવાબ લખવા માંડે છે, જે ખોટો પડે છે. સોશિયલ મિડિયા વિદ્યાર્થીઓની એકાગ્રતા અને ધીરજ ખતમ કરી રહ્યું છે. આ જોખમોને પામી જઈને હવે ઓસ્‍ટ્રેલિયાએ ફેસબુક, ઈન્‍સ્‍ટાગ્રામ, સ્‍નેપચેટ, રેડિટ સહિતના પ્‍લેટફોર્મ પર બેન મૂક્‍યો છે. એટલું જ નહીં. ઓસ્‍ટ્રેલિયા પછી ડેન્‍માર્ક, બ્રાઝિલ, સ્‍પેન અને ન્‍યુઝીલેન્‍ડ જેવા દેશો પણ આવા પ્રતિબંધ માટે લાઈનમાં છે

(10:26 AM IST)