News of Monday, 8th December 2025
રાજ્યભરમાં શિયાળાના પ્રચંડ પ્રભાવ સાથે ઠંડીનો ચમકારો વર્તાયો: અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે
નલિયા 10.6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું:ભૂજમાં 13.5 ડિગ્રી અને રાજકોટમાં 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું

અમદાવાદ : રાજ્યભરમાં શિયાળાના પ્રચંડ પ્રભાવ સાથે ઠંડીનો ચમકારો વર્તાયો છે. અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે ઉતરતા ઠંડીમાં વધારો નોંધાયો છે. નલિયા 10.6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. ભૂજમાં 13.5 ડિગ્રી અને રાજકોટમાં 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. ગાંધીનગર અને અમદાવાદમાં પણ ઠંડીનો અહેસાસ વધ્યો છે, જ્યાં અનુક્રમે 16 ડિગ્રી અને 16.4 ડિગ્રી તાપમાન નોંધાયું. તાપમાનમાં સતત ઘટાડા સાથે સમગ્ર રાજ્યમાં શિયાળાની અસર તેજ બનતી જોવા મળી રહી છે.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
