તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 8th December 2025
સુરતમાં નકલી નોટોનું નેટવર્ક ચલાવનાર મુળ બગસરા પંથકના વોન્ટેડ આશિષ અંતે સકંજામાં...
અનુપમસિંહ ગેહલોતનું અભિયાન ઓપરેશન વોન્ટેડ પૂરજોશમાં, એડી પોલીસ કમિશનર કે એન. ડામોરના માર્ગદર્શનમાં ડીસીપી લખધીરસિંહ ઝાલા ટીમ સીપીની રણનીતિનો ચુસ્ત અમલ કરતા મોટી સફળતા પોલીસ ઇન્સ્પેક્ટર ડી યૂ બારડ, એન. જી.પટેલ ટીમના PSI આર. ડી. ધાધલ અને સ્ટાફની બાતમી આધારે ઉતરાણ પોલીસની કાબીલે દાદ કામગીરી

રાજકોટ, તા.૮: સુરતમાં ઉતરાણ વિસ્તારમાં ૧૯ મહિના અગાઉ બનાવટી ચલણી નોટો વહેતી કરનાર મૂળ સૌરાષ્ટ્રના બગસરા પંથકના વોન્ટેડ આરોપી આશિષભાઈ વઘાસિયાને ખાસ બાતમી અને ટેકનોલોજી સર્વેલેન્સ આધારે આબાદ ઝડપી લીધેલ છે.
અત્રે એ યાદ રહે કે ૨૦ વર્ષોથી વધુ ફરાર આરોપીઑ બહારના રાજ્યમાંથી પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોતના વિશેષ અભિયાન હેઠળ પકડવામાં મળેલ સફળતામા વધુ એક મોટી સફળતા મળી છે.
ભાગેડુ આરોપીન પકડી પાડવા સારુ કડક સુચનાઓ આપેલ હોય.
જે અન્વયે પો.ઇન્સ.શ્રી ડી.યુ.બારડ તથા સેકન્ડ પો.ઇન્સ શ્રી એન.જી. પટેલ ઉત્રાણ નાઓએ સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઇ. આર.ડી.ધાધલ તથા સર્વેલન્સ સ્ટાફના માણસોને જરૂરી માર્ગદર્શન આપેલ જે અન્વયે સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઇ. આર.ડી.ધાધલ તથા સ્ટાફ સાથે ઉત્રાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન અમોને અમારા અંગત બાતમીદાર થકી બાતમી હકીકત મળેલ કે આંણદ ટાઉન પો સ્ટે ગુના રજી નં.૦૨૭૮/૨૦૨૨ ઈ.પી.કો. કલમ-૪૯૮એ,બી,સી,ડી, ૧૧૪ મુજબના ગુન્હાના કામનો આરોપી તથા નડીયાદ જીલ્લા જેલના કાચા આરોપી આશિષભાઈ S/O પરષોતમભાઈ વઘાસીયા આજે ઉંમરા પ્રાથમિક શાળામાં ચુટણી કાર્ડના કામે આવવાનો છે. જેથી સદર જગ્યાએ જઈ આરોપી આવતા કોર્ડન કરી પકડી પાડેલ જેને પુરુ નામ ઠામ પુછતા તેણે આશિષભાઈ S/O પરષોતમભાઈ વઘાસીયા, ઉ.વ.૨૫, ધંધો- સલુન મેનેજર હાલ રહેવાસી- ઘર નં.૨૬, ધર્મભક્તિ બગ્લોઝ, ઉમરા, તા.ઓલપાડ, જી.સુરત મુળ રહેવાસી, બગસરા, પાણીની ટાંકીની બાજુમાં, જી.અમરેલીનાનો હોય જે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનના બનાવટી ચલણી નોટોના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ અને પેરોલ/ફર્લો પર છુટી ગયા પછી નડીયાદ જીલ્લા જેલ પર હાજર નહી રહી ગુન્હો કરેલ હોય જેને પકડી પાડી ઘોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
