<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th December 2025

૧૬ વર્ષ પહેલાં સુરતના લોકોની ફિકસ ડિપોઝિટ ઉપાડી આ શખ્‍સ ઉતરપ્રદેશમાં શિક્ષક બની ગયેલો

૨૦ વર્ષથી વધુ સમયથી વોન્‍ટેડ ત્રણ ડઝન જેટલા અપરાધીઓ પકડવાના અનુપમસિહ ગેહલોતના અભિયાનને હર્ષભાઈ સંઘવી આખા ગુજરાતમાં અમલી બનાવવા કરેલ નિર્ધારથી સુરત પોલીસનો જુસ્‍સો બેવડાયો : ઉતર પ્રદેશમાંથી વર્ષો જુના વોન્‍ટેડ આરોપીને ક્રાઇમ બ્રાન્‍ચ વડા રાઘવેન્‍દ્ર વસ્‍તના માર્ગદર્શનમાં અને ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજિયાના નેતળત્‍વમાં ખાસ ઓપરેશન પાર પાડનાર પીઆઇ રઘુરાજસિંહ આઈ જાડેજા અકિલા સમક્ષ અથ થી ઈતિ સુધીની રસપ્રદ કથા વર્ણવે છે

 

 

રાજકોટ તા. ૨૦ વર્ષથી વધુ સંસ્‍યથી વોન્‍ટેડ ત્રણ ડઝન જેટલા આરોપીઓને પકડી નવો વિક્રમ સર્જનાર અનુપમસિહ ગેહલોતના આ અભિયાનનો સફળતા જોઈ ગ્રહ મંત્રી હર્ષભાઈ સંઘવી આખા રાજ્‍યમાં આ પદ્ધતિ લાગુ પાડવા  નિર્ણય કર્યો છે તે તેનાથી સુરત પોલીસ દ્વારા ડબલ જનૂનથી કાર્ય શરૂ કરાવવાના કાર્યને વધુ એક સફળતા મળી છે.

ઉકત બાબતે સુરત ક્રાઇમ બ્રાન્‍ચના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર રઘુરાજસિંહ આઈ. જાડેજાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્‍યું છે કે, સને ૨૦૦૭માં સુરતમાં સહારા ઈન્‍ડિયા બેંકમાં નોકરી કરતા  સુરેશસિહ ફોજદારસિંહ ગ્રાહકોની ફિક્‍સ ડિપોઝિટની રકમ ઉપાડી ઉતર પ્રદેશ પોહચી વરસોથી ત્‍યાં શિક્ષક તરીકે કામ કરતા હતાં આર્મ્‍સ  એક્‍ટ સ્‍કોડના આ બાતમી મળી હતી. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને ડીસીપી ભાવેશ રોજિયા દ્વારા બાતમીનીં ખરાઇ કરી જોઇન્‍ટ પોલીસ કમિ‘ર રાઘવેન્‍દ્ર વસ્‍તના માર્ગદર્શનમાં અને ડીસીપી ભાવેશ રોજિયાના નેતળત્‍વ હેઠળ અમારી ટીન દ્વારા ઉત્તરપ્રદેશ પોહચી વિશેષ ઓપરેશન હાથ ધરી સફળતા મેળવી હતી.

અત્રે એ યાદ રહે કે છેલ્લા ૨૨ વર્ષથી વોન્‍ટેડ મૂળ ઓરિસ્‍સાના આરોપી ક્રાઇમ બ્રાન્‍ચ દ્વારા પોલીસ કમિશનરની રણનીતિ અંતર્ગત ભાવેશ રોજીયાના નેતળત્‍વ હેઠળની ટીમે ઝડપી લીધેલ હતા , સુરત PCB દ્વારા પણ તાજેતરમાં મધ્‍ય પ્રદેશ દ્વારા ખાસ ઓપરેશનમાં વોન્‍ટેડ ૨ આરોપીઓને ઝડપી લીધા છે.

(1:59 PM IST)