તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th December 2025
અધિક કલેકટર-નર્મદા, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત, અમદાવાદની કચેરીનું ગાંધીનગર ખાતે સ્થળાંતર કરાયું
સંબંધિત કચેરીઓ, વિભાગો, સરકારી-અર્ધસરકારી કચેરીઓ તથા પત્રવ્યવહાર સાથે સંકળાયેલ તમામ અધિકારીઓ તથા નાગરિકોએ નવા સરનામે કરવા અનુરોધ

અમદાવાદ તા.૮ : અધિક કલેકટર-નર્મદા, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત, અમદાવાદની કચેરીનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ કચેરી હવે બ્લોક નંબર-૧૪, બીજો માળ, જુના સચિવાલય, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર ખાતે કાર્યરત કરવામાં આવી છે.
આથી તમામ સંબંધિત કચેરીઓ, વિભાગો, સરકારી-અર્ધસરકારી કચેરીઓ તથા પત્રવ્યવહાર સાથે સંકળાયેલ તમામ અધિકારીઓ તથા નાગરિકોએ આ કચેરી સંબંધિત તમામ પત્રવ્યવહાર હવેથી નવા સરનામે મોકલવા અધિક કલેકટર (નર્મદા), સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત, ગાંધીનગરની કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
(2:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
