તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th December 2025
સબરી કન્યા છાત્રાલયમાં પ્રથમવાર પૂ.ધીરગુરુદેવની પધરામણી

રાજકોટ : શ્રી સોનાવાલા ટ્રસ્ટ સંચાલિત વલસાડ જિલ્લાના કપરાડા ગામે સબરી કન્યા છાત્રાલયમાં પ્રથમવાર પૂ.શ્રી ધીરગુરુદેવના આગમનથી અને અનેરો ઉમંગ છવાયો હતો. ટ્રસ્ટી નીતિનભાઈ અને દીપ્તિબેન સોનાવાળા તથા મનોજભાઈ વગેરે સ્વાગત યાત્રામાં જયનાદ કરેલ. આશરે ૧૫૦ કન્યાઓ ધોરણ ૯ થી ૧૨માં અભ્યાસરત છે. જેને વિનામૂલ્યે છાત્રાલયમાં રાખેલ છે. સત્સંગ સભામાં ગુરુદેવે ૐકારના ધ્વનિ દ્વારા મન શાંત બને અને અભ્યાસમાં એકાગ્રતા માટે નમો નાણસ્સ મંત્રની વિધિ બતાવી હતી. આદિવાસી વિસ્તારમાં છેલ્લા ૩૧ વર્ષથી કાર્યરત છાત્રાલયની સ્વચ્છતા અને શિસ્તની સહુ કોઈએ પ્રશંસા કરી હતી.
(2:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
