તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 8th December 2025
ગાંધીનગરની સરકારી આયુર્વેદ હોસ્પિટલના વૈદ્ય રાકેશ ભટ્ટને વિદાયમાનઃ નિવૃતિ બાદ ઘરેથી સેવા
લાખો દર્દીઓનું નાડી પરિક્ષણ અને સારવાર કરી અપાર લોકપ્રિયતા મેળવી

ગાંધીનગર તબીબી (આયુર્વેદ) ક્ષેત્રે લોકપ્રિયતા મેળવનાર વૈદ્ય રાકેશ નવનિતલાલ ભટ્ટ (પંચકર્મ વર્ગ-૧)ને વયમર્યાદાના કારણે નિવૃતિ વિદાયમાન આપવામાં આવેલ તે પ્રસંગની તસ્વીર. ધારાસભ્ય રીટાબેન પટેલ ગુજરાત માહિતી આયોગના સચિવ શ્રી જયદીપ દ્રિવેદી સહિતના વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ તેમની કામગીરીને બિરદાવી શુભેચ્છા પાઠવી હતી.(૨.૭)
રાજકોટ તા.૮: રાજય સરકારમાં તબીબી ક્ષેત્રની આયુર્વેદ શાખામાં વર્ષો સુધી નિષ્ઠા અને પ્રતિષ્ઠા સાથે સેવા આપી ગાંધીનગરના સેકટર રર-માં આવેલી સરકારી આયુર્વેદ હોસ્પિટલમાંથી વયમર્યાદાના કારણે નિવૃત થયેલા વૈદ્ય રાકેશ નવનિતલાલ ભટ્ટ (પંચકર્મ વર્ગ-૧)ને ભાવભીનુ નિવૃતિ વિદાયમાન અપાયુ હતું. તેમણે નિવૃતિ બાદ પોતાના નિવાસસ્થાને દર્દીઓને નિઃશુલ્ક તપાસ સારવાર કરવાનો સંકલ્પ કર્યો છે. (મો.૮૧૬૦૫ ૧૧૫૭૫ ગાંધીનગર).
વૈદ્ય રાકેશ નવનિતલાલ ભટ્ટે નાડી વૈદ્ય તરીકે અંદાજે ૫ લાખથી વધુ નાડી પરિક્ષણ કર્યા છે. સરેરાશ રોજની ૨૦૦ દર્દીની સારવાર કરતા. ચિકનગુનિયાનો ઉકાળો બનાવેલ તેના માટે સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવેલ. અંબાજી જતા ૫ લાખ પદયાત્રીઓને ઉકાળો પીવડાવ્યો હતો. સ્વાઇન ફલ્યુ, કોરાનાના ઉકાળા પીવડાવવાની સેવા પણ કરી હતી.
આમળા,લીમડાંનો મોરનો રસ,પપૈયાના પાનનો રસ ઋતુ પ્રમાણે પીવડાવનાર ડાયાબીટીસ, કોલેસ્ટ્રોલ, થાયરોઇડ વિગેરે જેવા લાઇફસ્ટાઈલ રોગો ઉપરાંત અન્ય જટિલ રોગોમાં સારું પરિણામ મેળવનાર વૈદ્ય રાકેશ ભટ્ટ પાસે ગુજરાત જ નહિ અન્ય રાજ્યો તથા વિદેશમાંથી પણ આયુર્વેદની સારવાર લેવા દર્દીઓ આવે છે.
૧૫મી ઓગષ્ટના રોજ ગળહમંત્રીશ્રીના હસ્તે શ્રેષ્ઠ વૈદ્ય તરીકે સન્માનિત કરવામાં આવ્યા, નાગરિક રત્નનો પણ એવોર્ડ આપવામાં આવ્યો છે. હોસ્પિટલમાં ઓર્ગેનિક ખેતી શરૂ કરી દાખલ દર્દીઓને પ્રોત્સાહિત કર્યા. દર ગુરુવારે દર્દીઓને આયુર્વેદનું જ્ઞાન આપવામાં આવતું હતું.
રાકેશ ભટ્ટ નિવૃત થતા હોસ્પિટલ પરિવાર તેમજ ગુજરાત માહિતી આયોગના સચિવ શ્રી જયદીપ દ્વિવેદી, ધારાસભ્ય રીટાબેન પટેલ, અગ્રણીઓ ગગુભા રાજ, વનરાજસિંહ ચાવડા કમલનયનભાઇ વગેરેએ તેમને શુભેચ્છા પાઠવી હતી
(2:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
