<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th December 2025

મહેસુલ વિભાગમાં બઢતીઓનો દોર : 22 જેટલા જિલ્લા નિરીક્ષક જમીન દફ્તર અધિકારીઓની જમીન દફ્તર અધિક્ષક તરીકે બઢતીથી નિમણુંક : જુઓ સંપૂર્ણ યાદી

મોરબીના જિલ્લા નિરીક્ષક જમીન દફ્તર ડો.જે.એમ ભોરણીયાની કચ્છ ,રાજકોટના સુશ્રી ફોરમ આર.કુબાવતની સુરેન્દ્રનગર, અમરેલીના એ.એ.ઝાલાની જૂનાગઢ .કચ્છના એચ,એસ, રબારીની દેવભૂમિ દ્વારકામાં બઢતીથી નિમણુંક કરાઈ

ગાંધીનગર : સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક, ગુજરાત રાજ્ય, ગાંધીનગરની કચેરી હેઠળના સામાન્ય રાજ્ય સેવાના જિલ્લા નિરીક્ષક જમીન દફતર, વર્ગ-૨ (પગાર ધોરણ રૂ.૪૪,૯૦૦-૧,૪૨,૪૦૦ પે મેટ્રીક્ષ લેવલ-૮) સંવર્ગમાં ફરજ બજાવતાં નીચે કોલમ-૨ માં દર્શાવેલ અધિકારીઓને જમીન દફ્તર અધિક્ષક, વર્ગ-૧ (પગાર ધોરણ રૂ.૫૬,૧૦૦-૧,૭૭,૫૦૦ પે મેટ્રીક્ષ લેવલ-૧૦#) સંવર્ગમાં હંગામી ધોરણે બઢતી આપી કોલમ-૪ માં દર્શાવેલ કચેરીમાં જમીન દફ્તર અધિક્ષક, વર્ગ-૧ સંવર્ગની જગ્યા પર નિમણૂંક આપવામાં આવી છે જેમાં મોરબીના જિલ્લા નિરીક્ષક જમીન દફ્તર ડો.જે.એમ ભોરણીયાની કચ્છ ,રાજકોટના સુશ્રી ફોરમ આર.કુબાવતની સુરેન્દ્રનગર, અમરેલીના એ.એ.ઝાલાની જૂનાગઢ .કચ્છના એચ,એસ, રબારીની દેવભૂમિ દ્વારકામાં બઢતીથી નિમણુંક કરાઈ છે 

     

(10:42 PM IST)