<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th December 2025

અમદાવાદ એરપોર્ટ પરથી રાત્રે 8 વાગ્યા સુધીમાં ઇન્ડિગોની આવતી-જતી કુલ 32 ફ્લાઈટ કેન્સલ

એરપોર્ટ પરથી રાત્રીના આઠ વાગ્યા સુધીમાં 99 ફ્લાઈટનું સંચાલન થયું. જેમાં 49 ફ્લાઈટ અમદાવાદ આવી જ્યારે 50 ફ્લાઈટ અમદાવાદથી અન્યત્ર જવા માટે ઉપડી

અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગોની કેટલીક ફ્લાઇટ્સ આજે પણ રદ રહી છે અમદાવાદ એરપોર્ટ પર આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં આવતી અને જતી ઈન્ડિગોની કુલ 32 ફ્લાઈટ રદ થઈ છે. જેમાં, 16 ફ્લાઈટ અમદાવાદ આવતી અને 16 ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટથી અન્યત્ર જતી હોય તેવી રદ થઈ છે. અમદાવાદ એરપોર્ટ પરથી રાત્રીના આઠ વાગ્યા સુધીમાં 99 ફ્લાઈટનું સંચાલન થયું હતું. જેમાં 49 ફ્લાઈટ અમદાવાદ આવી હતી, જ્યારે 50 ફ્લાઈટ અમદાવાદથી અન્યત્ર જવા માટે ઉપડી હતી.

(10:46 PM IST)