તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 8th December 2025
સુરતમાં 12.68 લાખ મતદારોએ SIR ના ફોર્મ BLO ને પાછા જમા નથી કરાવ્યા
મતદારયાદી ખાસ સુધારણા ઝુંબેશ SIR અંતર્ગત મતદારોને આપેલા ફોર્મ જો 11 ડિસેમ્બર સુધીમાં BLO ને પાછા નહીં આપે તેમના ફોર્મ રદ કરવામાં આવશે.

સુરતના જિલ્લા કલેક્ટર સૌરભ પારઘીએ હાલમાં ચાલી રહેલ મતદારયાદી ખાસ સુધારણા ઝુંબેશ SIR અંતર્ગત મતદારોને આપેલા ફોર્મ જો 11 ડિસેમ્બર સુધીમાં BLO ને પાછા નહીં આપે તેમના ફોર્મ રદ કરવામાં આવશે. સુરતમાં અત્યાર સુધીમાં માત્ર 73 ટકા લોકોએ જ મતદાર ફોર્મ પરત કર્યા છે. મતદારયાદી ખાસ સુધારણા ઝુંબેશ SIR ની કામગીરીમાં તાત્કાલિક ફો્મ ભરી પરત કરવા લોકોને અપીલ કરી છે. 27 ટકા લોકોના ફોર્મ પરત આવવાના હજુ બાકી છે. છેલ્લા 3 દિવસમાં ફોર્મ પરત કરવા. 16 તારીખ બાદ મતદાતા પોતાના તમામ ડિક્યુમેન્ટ સાથે મતદાતા તરીકેનો દાવો કરી શકે છે. 12 લાખ 68 હજાર 986 લોકોએ પોતાના ફોર્મ પરત કર્યા નથી. જ્યારે 35 લાખ 90 હજાર 896 મતદાતાઓને પોતાના ફોર્મ પરત કર્યા છે.
(10:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
