<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

આગામી 7 દિવસ રાજયના વાતાવરણમાં કોઈપણ પ્રકારનો ફેરફાર નહીં જોવા મળે.

છેલ્લા કેટલાક દિવસથી સામાન્ય તાપમાન કરતાં 2થી 4 ડિગ્રી તાપમાન ઓછું

અમદાવાદઃ ગુજરાતમાં શિયાળો બરાબર જામી ગયો છે. ત્યારે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. આગામી 7 દિવસ વાતાવરણમાં કોઈપણ પ્રકારનો ફેરફાર નહીં જોવા મળે.

હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યુ હતુ કે, હાલ પવનની દિશા ઉત્તરથી ઉત્તર-પૂર્વ તરફ છે. ત્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના અન્ય ભાગોમાં તાપમાન ઓછું નોંધાયું છે.

ત્યારે તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, છેલ્લા કેટલાક દિવસથી સામાન્ય તાપમાન કરતાં 2થી 4 ડિગ્રી તાપમાન ઓછું નોંધાઈ રહ્યું છે. નલિયામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં લઘુતમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ રહેશે.

(12:24 AM IST)